દિલ્હી હાઈકોર્ટે દારુ કૌભાંડના આરોપી સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી દીધી છે. જજ સ્વર્ણ કાંતા શર્માએ અરવિંદ કેજરીવાલની અરજી પર ચુકાદો સંભળાવ્યો હતો.
આ અરજી જામીન માટે નથી
જજે ચુકાદો વાંચી સંભળાવતા કહ્યું કે આ અરજી જામીન માટે નથી પરંતુ કેજરીવાલે તેમની ધરપકડને પડકારવા માટે અરજી દાખલ કરી હતી. કોર્ટે કહ્યું છે કે ઇડી દ્વારા એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓ પરથી એ બતાવી રહ્યું છે કે આ કેસમાં અરવિંદ કેજરીવાલની સંડોવણી છે. કોર્ટે કહ્યું કે પુરાવા બતાવે છે કે લાંચ કૌભાંડમાં કેજરીવાલની સક્રિય ભૂમિકા હતી. તેઓ લાંચ લેવા વિશે જાણતા હતા.
Delhi High Court dismisses CM Arvind Kejriwal's plea challenging his arrest by the Enforcement Directorate in the Excise Policy money laundering case.
ED was in possession of enough material which had led them to arrest Kejriwal. Non-joining of investigation by Kejriwal, delay… pic.twitter.com/i07wwSlJiE
— ANI (@ANI) April 9, 2024
દારુ કૌભાંડમાં માત્ર સંજયસિંહ જેલ બહાર
હાલમાં દારુ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના 3 મોટા નેતા જેલમાં બંધ છે. આ તો ચાર હતા પરંતુ તાજેતરમાં સુપ્રીમ કોર્ટે સંજય સિંહને જામીન પર છોડ્યાં હતા. આ રીતે સત્યૈન્દ્ર જૈન, મનિષ સિસોદીયા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં કેદ છે.