સરકાર દ્વારા જૂન મહિનાના GST કલેક્શનના આંકડા જાહેર કર્યા છે જેમા મોટો ઉછાળો થયો છે. જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જૂન મહિનામાં GST કલેક્શન 12 ટકા વધુ થયું છે.
Gross GST revenue collected in the month of June 2023 is Rs 1,61,497 crore; records 12% year-on-year growth: Ministry of Finance pic.twitter.com/oJEt2ROg0G
— ANI (@ANI) July 1, 2023
સરેરાશ GST કલેક્શન 1.10 લાખ કરોડ
સરકાર દ્વારા જૂન મહિનાના GST કલેક્શનના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. નાણા મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં નાણાકીય વર્ષ 2021-22, 2022-23 અને 2023-24 માટે સરેરાશ GST કલેક્શન 1.10 લાખ કરોડ, 1.51 લાખ કરોડ છે. 1.69 લાખ કરોડ રહ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છ વર્ષ પહેલા 2017માં 1 જુલાઈના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.
નાણા મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું
નાણા મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જૂન 2023માં GSTથી કુલ આવક 1,61,497 કરોડ રૂપિયા રહી છે. તેમાંથી CGST કલેક્શન 31,013 કરોડ, SGST કલેક્શન 38,292 કરોડ અને IGST કલેક્શન 80,292 કરોડ રુપિયા છે. આમાં આયાતી સામાન પર લેવામાં આવેલ 39,035 કરોડનો ટેક્સ પણ સામેલ છે. આ સાથે 11,900 કરોડ રૂપિયાનો સેસ લેવામાં આવ્યો છે.
GST કલેક્શનમાં 12 ટકાનો વધારો
જૂન 2023માં GST કલેક્શનમાં વાર્ષિક ધોરણે 12 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ આ મહિને સ્થાનિક વ્યવહારોમાં 18 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ નાણાકીય વર્ષ GST કલેક્શનની દૃષ્ટિએ સારું રહ્યું છે. એપ્રિલમાં GSTથી આવક 1.87 લાખ કરોડ રૂપિયા હતી જ્યારે મે મહિનામાં આ આંકડો 1.57 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો.