રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ એટલે કે આરએસએસના પ્રમુખ ભાગવતે આજે મહારાષ્ટ્રના નાગપુરમાં એક ઉદ્ઘાટન પ્રસંગે વાત કરતા કહ્યું હતું કે હિંદુસ્તાન એક હિંદૂ રાષ્ટ્ર છે તે જ એક સત્ય છે. વૈચારિક રુપે બધા ભારતીય હિંદૂ છે તેમજ હિંદૂનો મતલબ બધા ભારતીય છે.
સંઘે સૌની ચિંતા કરવી જોઈએ : મોહન ભાગવત
જે બધા આજે ભારતમાં છે તે હિંદૂ સંસ્કૃતિ, હિંદૂ પૂર્વજો અને હિંદૂ ભૂમિથી સંબંધિત છે તેના સિવાય કાઈ જ નથી. આ સાથે જ તેમણે લોકોને ઉમ્મીદની વાત કરતા કહ્યું કે સંઘે સૌની ચિંતા કરવી જોઈએ. મોહન ભાગવતે કહ્યું કે કેટલાક લોકો આ સમજી ગયા છે જ્યારે કેટલાક તેના આદત અને સ્વાર્થને કારણ સમજી ગયા હોવા છતાં પણ આના પર અમલ કરી રહ્યા નથી. આ સિવાય કેટલાક લોકો આને સમજી શક્યા નથી અથવા તો આ ભુલી ગયા છે.
આપણી વિચારધારાની દુનિયાભરમાં માંગ : ભાગવત
એક અખબારના કાર્યાલયમાં સંબોધન કરતી વખતે મોહન ભાગવતે કહ્યું કે રિપોર્ટિંગમાં સૌને સામેલ કરવા જોઈએ અને પોતાની વિચારધારાને સાથે રાખીને નિષ્પક્ષ અને તથ્યો પર આધારિત હોવું જોઈએ. ભાગવતે કહ્યુ કે આપણી વિચારધારાની દુનિયાભરમાં ખુબ જ માંગ છે. તેમણે વધુમાં કહ્યું કે દરેક વ્યક્તિ આન સમજી ગયો છે. કેટલાક આનો સ્વીકાર કરે છે કેટલાક કરતા નથી. સંઘ પ્રમુખે આગળ વાત કરતા કહ્યું કે સ્વાભાવિક છે કે આ સંબંધમાં વૈશ્વિક જવાબદારી દેશ-સમાજ અને તે મીડિયા પર આવશે જે વિચારધારાને પ્રસારીત કરે છે. આ ઉપરાંત ભાગવતે પર્યાવરણની સંભાળ અને સ્વદેશી પારિવારિક મૂલ્યોં અને અનુશાસન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરુરીયાત પર જોર આપ્યું હતું.