મહુધા ગામના ડાકોર રોડ પર આવેલ શ્રીજી કોમ્પલેક્ષમાં લોક કરીને મુકેલ બાઈકની ઉઠાંતરી થતાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહુધા તાલુકાના પારેખ ટીંબા ખાતે અજય કુમાર ગુણવંતભાઈ ચાવડા નામના ૩૯ વર્ષનો યુવાન પોતાના પરિવાર સાથે રહે છે અને વણસોલ સમરસપૂરા ગામે અમદાવાદમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે ગત તા ૨૬ ના રોજ સવારે તેઓ પોતાનું બાઈક નંબર જી જે સેવન ૪૭ ૮૪ લઈ નોકરીએ જવા નીકળ્યા હતા. તેમણે પોતાનું બાઈક મહુધા ગામના ડાકોર રોડ પર આવેલ શ્રીજી કોમ્પલેક્ષમાં લોક કરીને મૂક્યું હતું અને પછી પોતાના નોકરીના સ્થળે ગયા હતા. તેઓ સાંજે પાછા આવ્યા ત્યારે તેમનું રૂ. ૫૫ હજારનું બાઈક જોવા મળ્યું ન હોતુ.એટલે તેમણે આજુબાજુ તપાસ કરી પરંતુ કોઈ પત્તો લાગ્યો નહોતો.જેથી તેમણે આ અંગે આજે મહુધા પોલીસ મથકે જઈ પોતાની ફરિયાદ નોંધાવી હતી