લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે વધુ એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભાજપે રાજસ્થાન અને મણિપુરના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉલ્લેખનીય છે કે થોડીવાર પહેલા જ ભાજપે ગુજરાતના વિધાનસભાની પેટાચૂંટણીના ઉમેદવારની યાદી જાહેર કરી હતી.
भाजपा ने आगामी लोकसभा चुनाव 2024 के लिए उम्मीदवारों की छठी सूची जारी की। pic.twitter.com/0atwcT4l4W
— ANI_HindiNews (@AHindinews) March 26, 2024
રાજસ્થાન અને મણિપુરના ઉમેદવારોની યાદી બહાર પાડી
લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 19મી એપ્રિલે થવાનું છે ત્યારે ભાજપ એક પછી એક યાદી બહાર પાડી રહ્યું છે. અગાઉ ભાજપે ઉમેદવારોની પાંચ યાદી જાહેર કર્યા બાદ આજે વધુ એક યાદી બહાર પાડી છે જેમાં રાજસ્થાનના બે અને મણિપુરના એક ઉમેદવારના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં ભાજપે રાજસ્થાનના કરૌલી ધોલપુરથી ઈન્દુ દેવી જાટવને ઉમેદવાર બનાવ્યા છે. દૌસાથી કન્હૈયાલાલ મીણાને ટિકિટ આપી છે. જ્યારે મણિપુરની ઈનર બેઠક પરથી થૌનાઓજમ બસંત કુમાર સિંહને ટિકિટ આપી છે. ભાજપે કરૌલી ધોલપુરથી ડૉ.મનોજ રાજૌરિયાની ટિકિટ રદ કરીને ઈન્દુ દેવી જાટવને ટિકિટ આપી છે. રાજસ્થાનની કરૌલી બેઠક એસસી માટે અનામત છે.
અગાઉ ગુજરાત પેટા ચૂંટણીના ઉમેદવારોની યાદી બહાર પાડી હતી
અગાઉ ભાજપે ગુજરાતમાં પેટા ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા હતા. જેઓ વિપક્ષમાંથી ભાજપમાં આવેલા છે તે તમામને ટિકિટ અપાઈ છે. જેમાં પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી, ખંભાતથી ચિરાગ પટેલ, વાઘોડિયાથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને વિજાપુરથી સી.જે.ચાવડાને ટિકિટ અપાઈ છે. તો બીજી તરફ ગુજરાતમાં આ પાંચેય બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જાહેર કરાયા નથી.