સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. આવી સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સંગઠન સ્તરે વધુ મજબૂત બનતી નજરે પડી રહી છે. ખાસ કરીને પક્ષના પાયાના અને નિષ્ઠાવાન કાર્યકરોની પુનઃસ્થાપનાથી ભાજપની સંગઠન શક્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
મળતી માહિતી મુજબ, કોઈ કારણસર અગાઉ પક્ષથી અલગ થયેલા પાયાના કાર્યકરો સુનિલભાઈ પટેલ, સોમાભાઈ વસાવા તથા દિનેશભાઈ બારીયાને રાજપીપળા સ્થિત “કમલમ” ખાતે ફરીથી ભાજપમાં સામેલ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાર્યકરોમાં નવી ઉર્જા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા કાર્યકરોના સન્માન અને સંગઠનની એકતાને પ્રાથમિકતા આપે છે. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને વિજયી બનાવવા માટે તમામ કાર્યકરો એકજૂટ થઈને જનસંપર્ક અને પ્રચાર કાર્યમાં સક્રિય રહેશે.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ એકમતથી સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે નર્મદા જિલ્લામાં ભાજપના વિકાસમુખી એજન્ડાને ઘેરઘેર પહોંચાડીને પક્ષને જંગી બહુમતીથી જીત અપાવશે.
શૈશવ રાવ નર્મદા
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel