ઉત્તરાખંડમાં ચાર ધામની યાત્રા મે મહિનાથી શરૂ થઈ રહી છે. આ વખતે જો તમે પણ કેદારનાથની યાત્રા કરવા ઈચ્છો છો તો આની માટે હેલિકોપ્ટર સેવાનો લાભ લઈ શકો છો, જેના કારણે આજે 12 વાગ્યાથી IRCTC ની વેબસાઇટ પર કેદારનાથ માટે હેલિકોપ્ટરની ટિકિટ બુક કરી શકો છો. જે લોકો બુકિંગ કરવા ઈચ્છે છે, તે heliyatra.irctc.co.in પર જઈ શકે છે. જાણો આ યાત્રા માટે કેટલું ભાડું ચૂકવવું પડશે?
12 વાગ્યાથી શરૂ થશે બુકિંગ
ચારધામ યાત્રા માટે કેદારેનાથ હેલિકોપ્ટર સેવાની ટિકિટની ઓનલાઈન બુકિંગ આજે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. IRCTC ની વેબસાઇટ પર બુકિંગ વિન્ડો ઓપન કરવામાં આવશે.IRCTC અનુસાર, heliyatra.irctc.co.in પર બુકિંગ 2 મેથી 31 મે માટે જ રહેશે.
ભાડું કેટલું હશે?
હેલિકોપ્ટર બુકિંગ માટેનું ભાડું અલગ રાખવામાં આવ્યું છે. આમાં ગુપ્તકાશીથી કેદારનાથનું ભાડું 8532 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ફાટાથી કેદારનાથનું ભાડું 6062 રૂપિયા રહેશે. આ ઉપરાંત સિરસીથી કેદારનાથનું ભાડું 6060 રૂપિયા સુધી રહેશે.
બુકિંગ કેવી રીતે કરવું?
હેલિકોપ્ટર બુકિંગ માટે, વ્યક્તિએ IRCTC વેબસાઇટ heliyatra.irctc.co.in ની મુલાકાત લેવી પડશે. તમે તેને ખોલતાની સાથે જ પેજ પર બીજો બુકિંગ વિકલ્પ દેખાશે. આમાં, ટિકિટ બુક કરવાનો વિકલ્પ નીચે દેખાશે. અત્યારે તેના પર ક્લિક કરી શકાતું નથી, પણ તે 12 વાગ્યાથી ખુલશે. તે ખુલ્યા પછી, જરૂરી માહિતી ભર્યા પછી અને ફી ચૂકવ્યા પછી બુકિંગ કન્ફર્મ કરી શકાય છે.
દરવાજા ક્યારે ખુલશે?
ઉત્તરાખંડમાં ચાર પવિત્ર સ્થળો છે, જેમાં બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીનો સમાવેશ થાય છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા 30 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે ખુલશે. આ ઉપરાંત, કેદારનાથના દરવાજા 2 મેના રોજ ખોલવામાં આવશે. જ્યારે, બદ્રીનાથ ધામના દરવાજા 4 મેના રોજ ખુલશે.