click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Ahmedabad > અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો
AhmedabadGujarat

અમદાવાદ: હાટકેશ્વરમાં જ્વેલર્સની દુકાનમાં બાકોરું પાડી લાખોની ચોરી, કડિયાકામ કરનાર શ્રમિક ઝડપાયો

આ કેસમાં પોલીસની સૌથી મોટી સફળતા એ રહી કે ચોરાયેલા તમામ દાગીના પૂર્ણ રૂપે રિકવર કરી લેવામાં આવ્યા છે.

Last updated: 2026/01/17 at 5:02 પી એમ(PM)
One India News Team
Share
2 Min Read
SHARE

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ફિલ્મી ઢબે ચોરીની ઘટનાને અંજામ આપનાર 19 વર્ષીય યુવકને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. જ્વેલર્સની દુકાનમાં આધુનિક લોકિંગ સિસ્ટમ અને મજબૂત શટર હોવા છતાં, તેને અડ્યા વગર પાછળની દીવાલ તોડી ચોરી કરવામાં આવી હતી. પોલીસે આ અનોખી ચોરીનો ભેદ ઉકેલી રૂ. 1.75 લાખની કિંમતના ચાંદીના તમામ દાગીના જપ્ત કર્યા છે.

આ ચોરીની ઘટના 8 જાન્યુઆરીના રોજ વહેલી સવારે હાટકેશ્વર વિસ્તારમાં આવેલા સાગર એપાર્ટમેન્ટમાં સ્થિત એક સોનીની દુકાનમાં બની હતી. આરોપી અશ્વિન ખડીયાએ દુકાનના મુખ્ય દરવાજે લાગેલી લોખંડની જાળી કે શટરને નુકસાન પહોંચાડ્યા વિના, પાછળની દીવાલમાં બાકોરું પાડી અંદર પ્રવેશ કર્યો હતો. કડિયાકામમાં નિપુણ આરોપીએ ખૂબ જ સાવધાનીપૂર્વક દીવાલ તોડી ગણતરીની મિનિટોમાં ચાંદીના દાગીના ચોરી લીધા હતા.

૦૮ જાન્યુઆરી, ૨૦૨૬ની વહેલી સવારે અમદાવાદના હાટકેશ્વરના સાગર એપાર્ટમેન્ટમાં આવેલી એક જવેલર્સની દુકાનમાં એક ચોરે અત્યંત ચાલાકીપૂર્વક ચોરીને અંજામ આપ્યો હતો.

તેણે દુકાનના મજબૂત શટર કે આધુનિક લોક સિસ્ટમને અડવાને બદલે, પાછળની દિવાલમાં પોતાની કોઠાસૂઝથી 'બાકોરું' પાડી દીધું હતું. આ… pic.twitter.com/XS2eKJ2edJ

— Janak Dave (@dave_janak) January 17, 2026

ઘટનાની ગંભીરતા જોતા ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. શરૂઆતથી જ પોલીસને શંકા હતી કે આ કોઈ પ્રોફેશનલ ગેંગ નહીં, પરંતુ બાંધકામ અથવા કડિયાકામથી પરિચિત વ્યક્તિનું કામ હોઈ શકે. આ આધારે પોલીસે રામોલ કેનાલ અને જામફળવાડી વિસ્તારમાં ચાલી રહેલી વિવિધ કન્સ્ટ્રકશન સાઈટો પર ખાસ વોચ ગોઠવી હતી.

તપાસ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે હાટકેશ્વરથી રામોલ સુધીના સેંકડો CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. ખાસ કરીને મોડી રાત્રે થેલો લઈને શંકાસ્પદ રીતે અવરજવર કરતા શખસો પર નજર રાખવામાં આવી હતી. બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આખરે જામફળવાડી ચાર રસ્તા નજીકથી આરોપી અશ્વિન ખડીયાને ઝડપી લેવામાં આવ્યો હતો.

આ કેસમાં પોલીસની સૌથી મોટી સફળતા એ રહી કે ચોરાયેલા તમામ દાગીના પૂર્ણ રૂપે રિકવર કરી લેવામાં આવ્યા છે. આ અંગે DCPએ જણાવ્યું હતું કે, “આરોપી પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ મળી આવ્યો છે, જેથી વેપારીને કોઈ આર્થિક નુકસાન ભોગવવું પડ્યું નથી.” હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

You Might Also Like

અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે

અમિત શાહે કરાંકલમાં કહ્યું, FTA અને વેપાર સોદાઓમાં ખેડૂતો-માછીમારોના હિતોનું સંપૂર્ણ રક્ષણ

“નોર્થ ઈસ્ટ અમારી અષ્ટલક્ષ્મી છે” ગુવાહાટીમાં PM મોદીનું સંબોધન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતને ભેટ

TAGGED: @india, accused Ashwin Khadiya, ahmedabad, ahmedabad crime branch, Breaking news, cctv camera, CCTV કેમેરા, currentnews, gujarat, gujarati news, Hatkeshwar area, Jewellers' shop, latest news, modern locking system, oneindianews, professional gang, Ramol Canal, Sony shop, technical surveillance, topnews, અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, આધુનિક લોકિંગ સિસ્ટમ, આરોપી અશ્વિન ખડીયા, જ્વેલર્સની દુકાન, ટેકનિકલ સર્વેલન્સ, પ્રોફેશનલ ગેંગ, રામોલ કેનાલ, સોનીની દુકાન, હાટકેશ્વર વિસ્તાર

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 17, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article મોઢેરા સૂર્યમંદિરના આંગણે કલાનો મહાકુંભ: આજથી બે દિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-2026’નો પ્રારંભ, શાસ્ત્રીય નૃત્યોથી ગુંજી ઉઠશે પરિસર
Next Article નસવાડીની રામાપ્રસાદી શાળામાં ‘રામરાજ્ય’: 53 બાળકો રઝળ્યા, ‘ગુલ્લીબાજ’ શિક્ષક બે દિવસથી ગાયબ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અમરેલીમાં રાજકીય ગરમાવો : કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે AAP ને લક્ષ્ય બનાવી આકરા નિવેદનો આપ્યા
Amreli Gujarat ફેબ્રુવારી 14, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ : પીયૂષ ગોયલે કહ્યું – રાહુલ ગાંધી ખોટા નિવેદનો આપી દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે
Gujarat ફેબ્રુવારી 14, 2026
અમિત શાહે કરાંકલમાં કહ્યું, FTA અને વેપાર સોદાઓમાં ખેડૂતો-માછીમારોના હિતોનું સંપૂર્ણ રક્ષણ
Gujarat ફેબ્રુવારી 14, 2026
“નોર્થ ઈસ્ટ અમારી અષ્ટલક્ષ્મી છે” ગુવાહાટીમાં PM મોદીનું સંબોધન
Gujarat ફેબ્રુવારી 14, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Register Lost your password?