જમ્મુ-કાશ્મીર BSFને મોટી સફળતા મળી છે. BSFના જવાનોએ પૂંચના બાલાકોટ સેક્ટરમાં LoC પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. એલર્ટ રહેલા BSFના જવાનોએ બે ઘુસણખોરોને ઠાર કર્યા છે. માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે.
Infiltration bid foiled, two terrorists killed along LoC in J-K's Balakote
Read @ANI Story | https://t.co/74mieb9hgt#LoC #Infiltration #terrorist #JammuAndKashmir pic.twitter.com/2DDxUVZeEq
— ANI Digital (@ani_digital) August 22, 2023
જવાનોએ ઘુસણખોરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો
અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની મૂળની દવાઓ સહિત શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ગુપ્તચર એજન્સીઓ અને પોલીસના ઇનપુટ્સ પરથી જાણવા મળ્યું છે કે કેટલાક ઘૂસણખોરો નિયંત્રણ રેખા પારથી બાલાકોટ સેક્ટરમાં પ્રવેશવાની રાહ જોવાઈ રહી છે. ઇનપુટ્સના આધારે મોનિટરિંગ ગ્રીડને એલર્ટ પર મૂકવામાં આવી હતી. ઘૂસણખોરો સરહદની નજીક પહોંચતા જ જવાનોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો જો કે તે ન રોકાયા હોવાથી તેના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગને કારણે બંને ઘુસણખોરોને ઠાર થયા હતા. ફાયરિંગમાં એક LoC પાસે પડ્યો હતો જ્યારે બીજો એક થોડે દૂર પડ્યો હતો.
મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા
માર્યા ગયેલા ઘૂસણખોરો પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે. સેનાના જવાનોએ એક AK 47 રાઈફલ, બે મેગેઝીન, 30 રાઉન્ડ, બે ગ્રેનેડ અને પાકિસ્તાની મૂળની દવાઓ જપ્ત કરી છે.