મહુધા ચોકડી ખાતે ગઈ કાલે બે વાહન ચાલકો વચ્ચે થયેલ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કાર ચાલક જીજ્ઞેશ પટેલ ઉપર મુસ્લિમ બુટલેગર ગંડેરીના ભાઈ સહીત ત્રણ ઈસમોએ હુમલો કરતા તેઓને લોહીલુહાણ ગંભીર રીતે ઘાયલ થયા હતાં. જેઓને તાત્કાલિક હોસ્ટિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
રોડ પરના દબાણને લઈને આ તકરાર ઉભી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડતા જીલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે.
જેમાં, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ અને પંચાયતના વિવિધ રસ્તાના RoW (Right of Way) મુજબના રાજય માર્ગો તેમજ પંચાયત માર્ગોના દબાણો દુર કરવા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની નિમણુંક સહ દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.
કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન (સ્ટેટ) ના જણાવ્યા મુજબ રસ્તાની આકારણી કરતા અંદાજિત ૫૦ (પચાસ) એકમ જેટલા દબાણો હોવાનું જણાવેલ છે. જે પૈકી આજરોજ તા.૦૧/૦૯/૨૦૨૬ સુધીમાં બપોર સુધી ૨૨ (બાવીસ) એકમ દબાણ દુર કરવામાં આવેલ છે. બાકીના દબાણો દૂર કરવાની કામગીરીની પ્રક્રિયા ચાલુ છે.
ઈજાગ્રસ્ત જીગ્નેશ પટેલની બહેન ગાયત્રીબેન પટેલે આ ઘટનાને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હુમલો કરનાર ઈસમ દારૂના ધંધા સાથે સંકળાયેલો બુટલેગર છે. આવા અસામાજિક તત્વોને તાત્કાલિક શોધી કાઢી તેમની સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને જેલમાં મોકલવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
Like, Share and Subscribe our YouTube channel