ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો. રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે, કોઈ પણ પ્રસંગમાં ફટાકડા નહીં ફોડી શકાય. આ સાથે કોઈ કાર્યક્રમમાં ડ્રોન પણ ઉડાવી નહિ શકાય, આ નિયમ ૧૫ મે સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે. જેથી નડિયાદ સહિત ખેડા જિલ્લામાં પણ આ નિયમ લાગુ રહેશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગૃહ રાજ્ય મંત્રીએ તમામ પોલીસ અધિક્ષકોને જાહેરનામા બહાર પાડવા આદેશ કર્યો છે.
દેશની આંતરિક સુરક્ષા અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઇ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારું તા.૯ થી તા.૧૫ મે ૨૦૨૫ સુધી આણંદ જિલ્લાની હદ વિસ્તારમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરતું જાહેરનામું જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. આ સમયગાળા દરમ્યાનમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતા તમામ પ્રકારના ડ્રોન (DRONE), UAV, ક્વાડ કોપ્ટર (QUAD COPTER), પાવર્ડ એરક્રાફ્ટ (POWERED AIRCRAFT) તેમજ માનવ સંચાલિત માઈક્રો લાઇટ એરક્રાફ્ટ (MICROLIGHT AIRCRAFT), હેંગ ગ્લાઈડર (HANG GLIDER/PARA GLIDER), પેરા મોટર (PARA MOTOR), તેમજ હોટ એર બલુન (HOT AIR BALLOONS) તથા પેરા જમ્પીંગ (PARA JUMP-ING) ચલાવવાની/ઉડાવવાની તથા કોઈ પણ જાતના ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવામાં આવ્યો છે. આ હુકમ તા.૧૫ મે ૨૦૨૫ સુધી અમલમાં રહેશે.તથા આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ શિક્ષાને પાત્ર ઠરશે.