ગુજરાતમા મેઘરાજાએ એન્ટ્રી કરી છે, ત્યારે ખેડા જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. વડોદરા, પંચમહાલ, આણંદ, ખેડા, ડભોઇ, છોટાઉદેપુરમાં વરસાદ ખાબક્યો છે. નડિયાદ સહિત જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે.
નડિયાદમાં વહેલી સવારથી પડેલ વરસાદને કારણે શ્રેયસ ગરનાળામાં પાણી ભરાતા કોલેજ જતી બસ ફસાઈ હતી, દરમિયાન બસમાં રહેલ વિદ્યાર્થીઓનુ રેસ્ક્યુ કરાયું હતું અને તેઓને સહીસલામત બહાર કાઢવામાં આવેલ હતા.
વહેલી સવારથી ભારે વરસાદ
પાણી ભરેલા ગરનાળામાં બસ અધવચ્ચે ખોટકાઈ જતાં કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા #Gujarat #Gujaratrain #Rain #Collegebus #Students pic.twitter.com/zLz9eFA0sL
— One India News (@oneindianewscom) June 24, 2023
વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર નદી જેવા દ્રશ્યો સર્જાયા છે, તો બીજી તરફ ખેતરો પાણીમાં તરબોળ થયા છે.