નાગરિકતા સંશોધન કાયદા એટલે કે Citizenship Amendment Act પર વિપક્ષ સતત પ્રહારો કરી રહ્યો છે. આ સાથે આ કાયદા પર સવાલો ઉઠી રહ્યા છે. દેશના ત્રણ મુખ્યમંત્રીઓએ પણ દાવો કર્યો છે કે, તેઓ તેમના રાજ્યમાં CAA લાગુ થવા દેશે નહીં. ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા ગૃહમંત્રી અમિત શાહે આ અંગે સ્પષ્ટતા કરી છે. શાહે કહ્યું કે, ચૂંટણી સુધી વિરોધ ચાલુ છે, ત્યારબાદ તમામ રાજ્યો CAA પર સહયોગ કરશે. શાહે એમ પણ કહ્યું કે, રાજ્યોને CAAના અમલીકરણને રોકવાનો અધિકાર નથી અને આ પ્રક્રિયા સાથે સંબંધિત કામ ભારત સરકાર સાથે સંકળાયેલા અધિકારીઓ દ્વારા જ પૂર્ણ કરવામાં આવશે.
બંધારણના અનુચ્છેદ 11માં નાગરિકતા અંગે કાયદો બનાવવાનો અધિકાર માત્ર ભારતની સંસદને જ આપવામાં આવ્યો છે. આ એક કેન્દ્રીય મુદ્દો છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કોઈ સામાન્ય વિષય નથી. તેથી નાગરિકતા અંગેનો કાયદો અને કાયદાનો અમલ તે બંનેને આપણા બંધારણની અનુચ્છેદ 246/1 દ્વારા અનુસૂચિ 7માં સામેલ કરવામાં આવ્યા છે. તેની તમામ સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે.
#WATCH | On Kerala, Tamil Nadu and West Bengal Govts saying they will not implement CAA in their states, Union HM Amit Shah says, "Article 11 of our Constitution gives all the powers to make rules regarding citizenship to the Parliament. This is a Centre's subject, not the… pic.twitter.com/MsoNSJOGDl
— ANI (@ANI) March 14, 2024
કોંગ્રેસ કે INDIA બ્લોકની સરકાર નથી બની રહી. હું આજે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર CAA કાયદો લાવી છે. તેને રદ્દ કરવું અશક્ય કાર્ય છે. અમે સમગ્ર દેશને જાગૃત કરીશું અને જેઓ રદ કરશે તેમને ક્યાંય સ્થાન મળશે નહીં. જ્યાં સુધી તે ગેરબંધારણીય હોવાનો સંબંધ છે, ચાલો કલમ 14 ટાંકીએ. તેઓ ભૂલી જાય છે કે કલમ 14માં બે અપવાદ છે. એક વાજબી લાયકાતનો અપવાદ છે અને બીજા અપવાદમાં કાયદાના ઉદ્દેશ્યો સાથે તાર્કિક જોડાણ હોવું આવશ્યક છે. તેથી તે કલમ 14નું ઉલ્લંઘન કરતું નથી. આમાં વાજબી લાયકાત ખૂબ જ સ્પષ્ટ છે કે જે લોકો આજે ભારતના જૂના ભાગોમાં રહેતા હતા તેઓ ભાગલાને કારણે દેશમાંથી કપાઈ ગયા છે. આ કાયદો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધાર્મિક ઉત્પીડનને કારણે શરણ માટે ભારત આવેલા લોકો માટે બનાવવામાં આવ્યો છે.
#WATCH | On opposition leaders saying they will repeal CAA if INDIA alliance comes to power in 2024, Union Home Minister Amit Shah says, "They also know that INDI alliance will not come to power. CAA has been brought by BJP govt led by PM Modi. It is impossible to repeal CAA…It… pic.twitter.com/o275o5a3hN
— ANI (@ANI) March 14, 2024
મોદીની દરેક ગેરંટી પૂરી થાય છે: અમિત શાહ
ગૃહમંત્રીએ કહ્યું, વિપક્ષ પાસે બીજું કોઈ કામ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકમાં પણ રાજકીય ફાયદો છે, તો શું આપણે આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી ન કરવી જોઈએ? વિપક્ષે તો કલમ 370 હટાવવાને રાજકીય લાભ સાથે પણ જોડ્યો હતો. અમે 1950થી કહી રહ્યા છીએ કે અમે કલમ 370 હટાવીશું. તેમનો ઈતિહાસ છે કે તેઓ બોલે છે પણ કરતા નથી, મોદીજીનો ઈતિહાસ છે કે BJP કે PM મોદીએ જે કંઈ પણ કહ્યું તે પથ્થની લકીર છે. મોદીની દરેક ગેરંટી પૂરી થાય છે.