CBSEએ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં CBSEએ ધોરણ 10-12 બોર્ડની પરીક્ષામાં ફેરફાર કર્યો છે. આ નવા ફેરફારની વાત કરીએ તો હવે ધોરણ 10 અને 12માં 30% સુધીના પ્રશ્નો યોગ્યતા પરીક્ષા પ્રકારના હશે.
મહત્વનું છે કે, આ નિર્ણય વિદ્યાર્થી JEE, NEET સહિતની પરીક્ષામાં સારો દેખાવ કરી શકે તે માટે લેવામાં આવ્યો છે. આ સાથે વિદ્યાર્થીઓ ગોખણપટ્ટીમાંથી મુક્ત થઇ જેતે વિષયમાં પારંગત બને તે માટેની કવાયત કરાઇ છે.
CBSE એટલે કે Central Board of Secondary Education દ્વારા ધોરણ 10-12 બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થી માટે મોટી કવાયત કરવામાં આવી છે. વિગતો મુજબ હવે ધોરણ 10 અને 12માં 30% સુધીના પ્રશ્નો યોગ્યતા પરીક્ષા પ્રકારના હશે. આ સાથે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલા સેમ્પલ પેપર અપાશે એટલે કે CBSE બોર્ડના વિદ્યાર્થીઓને સેમ્પલ પ્રશ્નપત્ર આપવાનો પણ નિર્ણય કરાયો છે.