ભારતના ચંદ્રયાન-3ની 23 ઓગસ્ટે થનારી સોફ્ટ લેન્ડિંગ પહેલા તેના લેન્ડરમાં લાગેલા કેમેરાએ ચંદ્રની તસવીરો લીધી છે. ISROએ લેન્ડર ઈમેજર કેમેરા 4થી લીધેલી તસવીરો એક નાના વીડિયોના માધ્યમથી ટ્વિટ કરીને જાહેર કરી છે. વીડિયોમાં ચંદ્રની સપાટી ઘણી પ્રકાશિત નજરે પડી રહી છે, જેમાં ઠેક ઠેકાણે ખાડા પણ જોવા મળી રહ્યા છે. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરશે.
…. and
The moon as captured by the
Lander Imager Camera 4
on August 20, 2023.#Chandrayaan_3 #Ch3 pic.twitter.com/yPejjLdOSS
— ISRO (@isro) August 22, 2023
સિસ્ટમનું નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છેઃ ISRO
ચંદ્રયાન-3 લેન્ડર ચંદ્રની સપાટી પર લેન્ડીંગના એક દિવસ પહેલા ઇસરોએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 મિશન નિર્ધારિત સમય મુજબ આગળ વધી રહ્યું છે. સ્પેસ એજન્સીએ કહ્યું કે, ‘ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક’ (ISTRAC)માં સ્થિત ‘મિશન ઓપરેશન્સ કોમ્પ્લેક્સ’માં ઉત્સાહનું વાતાવરણ છે. ભારતના ચંદ્ર પરના ત્રીજા મિશન વિશે નવીનતમ માહિતી આપતા ઈસરોએ કહ્યું કે ‘ મિશન સમયગાળા મુજબ આગળ વધી રહ્યું છે. સિસ્ટમનું નિયમિત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. કામગીરી સરળતાથી ચાલી રહી છે.
Chandrayaan-3 Mission:
The mission is on schedule.
Systems are undergoing regular checks.
Smooth sailing is continuing.
The Mission Operations Complex (MOX) is buzzed with energy & excitement!
The live telecast of the landing operations at MOX/ISTRAC begins at 17:20 Hrs. IST… pic.twitter.com/Ucfg9HAvrY
— ISRO (@isro) August 22, 2023
લેન્ડિંગનું લાઇવ પ્રસારણ આવતીકાલે સાંજે 5.20 વાગ્યાથી
ઈસરોએ જણાવ્યું કે, ચંદ્રયાન-3નું MOX/ISTRAC પરથી ચંદ્રની સપાટી પર લેન્ડિંગનું લાઇવ પ્રસારણ આવતીકાલે સાંજે 5.20 વાગ્યાથી શરૂ કરવામાં આવશે. લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નો સમાવેશ કરતું લેન્ડર મોડ્યુલ બુધવારે સાંજે 6.45 વાગ્યે ચંદ્રની સપાટીના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રની નજીક લેન્ડીંગ કરે તેવી અપેક્ષા છે. ચંદ્રયાનના લેન્ડરે લગભગ 70 કિલોમીટરનું અંતર કાપ્યું છે. લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC)ની ઊંચાઈ પરથી ચંદ્રની કેટલીક તસવીરો મોકલવામાં આવી છે, જેને ઈસરો દ્વારા શેર કરવામાં આવી છે.