ખેડા જિલ્લાની તમામ શાળાઓમાં ગુરુવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ દિવસે જ ખેડા જિલ્લા RTO દ્વારા સ્કૂલ વાહનો પર ડ્રાઈવ યોજી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લામાં ગુરૂવારથી સ્કૂલમાં નવા શૈક્ષણિક કાર્યની શરૂઆત થઇ છે, ત્યારે રાજકોટ અગ્નિકાંડની દુર્ઘટનામાં 27 લોકોના મોત બાદ તંત્ર ફાયર NOC, બીયુ પરમિશન સહિતના નિયમોના આધારે સ્કૂલ સહિતના એકમોની તપાસ હાથ ધરાઇ હતી. આ ઉપરાંત સીએનજી કીટ સાથે ની સ્કૂલ વાન માટે કડક નિયમો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે જિલ્લામાં ગુરૂવારથી સ્કૂલો શરૂ થયાના પ્રથમ દિવસે RTO દ્વારા સ્કૂલ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરટીઓ પોલીસે વાહનોને ડીટેઈન કરી રૂ. ર.૭૭ લાખનો દંડ ફટકાર્યો છે ત્યારે ૨ વાહનો ડિટેઇન કરવામાં આવતા ફફડાટ વ્યાપી ગયો છે.