વડતાલધામ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ના ઉપક્રમે મહાવદ અમાસને રવિવારના રોજ વડતાલ મંદિરમાં બિરાજતા દેવોને આનંદના “ધ ચીકુ ઓર્ચિર્ડ”ના દીક્ષિત ભાઈ પટેલના યજમાન પદે 200 કિલો ઓર્ગેનિક ચીકુ નો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ડો સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાનને ઓર્ગેનિક ચુક અર્પણ કરીને દર્શનાર્થીમાં જાગૃતિનો શુભ ભાવ રાખ્યો છે. આપણે આપણા પ્રાકૃતિક આહાર તરફ જવાનો પણ સંદેશ આપી રહ્યા છીએ. ૨૧મી સદીના ઉત્તરાર્ધ સુધી આપણે સહુ શુદ્ધ પ્રાકૃતિક ભોજન ગ્રહણ કરતાં હશું અથવા એ જ લોકોનું અસ્તિત્વ હશે જે નૈસર્ગિક આહાર લેતા હશે. વડતાલધામ દ્વિશતાબ્દી નિમિત્તે આજ અમાવાસ્યા અને રવિવારના સંયોગના કારણે મોટી ભીડ ઉમટી પડી હતી. 15 હજારથી વધુ હરિભક્તો એ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ર્ડો સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે,વડતાલ ધામ માં બિરાજતા દેવો નો રાજીપો પ્રાપ્ત કરવાને અર્થે ભક્તો દ્વારા અવારનવાર ઋતુ પ્રમાણે ના ફળો નો અન્નકૂટ ધરાવી રાજીપો પ્રાપ્ત કરતા હોય છે જેમાં રવિવારે 10 મી માર્ચ ના રોજ મહાવદ અમાસ ના શુભ દિને આણંદ “ધ ચીકુ ઓર્ચિર્ડ ” ના દીક્ષિતભાઈ પટેલ દ્વારા 200 કિલો ઓર્ગેનિક ચીકુનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો આ પ્રસંગે આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે અન્નકૂટ ની આરતી ઉતારી ને યજમાન ને ફૂલ નો હાર પહેરાવી આશીર્વાદ પાઠવ્યા હતા.
આ પ્રસંગે મુ.કો.શ્રી સંતવલ્લભદાસજીસ્વામી પૂ. નૌતમપ્રકાશદાસજીસ્વામી તથા પૂ. શ્યામવલ્લભદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા ને હરિભક્તો એ દર્શન નો લ્હાવો લઈને ધન્યતા અનુભવી આ સમગ્ર અન્નકૂટ નું આયોજન ઉત્સવ પ્રિય પૂ શ્યામસ્વામી અને સ્વયં સેવકો ની ટીમે કર્યું હતું.