17 જુલાઈ, ગુરુવારે ચીન દ્વારા રશિયા-ભારત-ચીન (RIC) ત્રિપક્ષીય સહયોગને ફરીથી પુનઃસ્થાપિત કરવાની ખૂલેલી હાકલ કરવામાં આવી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાએ જણાવ્યું કે RIC ફોરમ માત્ર ત્રણેય દેશોના હિત માટે નહીં, પરંતુ સમગ્ર વિસ્તારમાં અને વૈશ્વિક સ્તરે શાંતિ, સુરક્ષા અને સ્થિરતા માટે પણ અગત્યની ભૂમિકા ભજવી શકે છે. ચીનના આ નિવેદન સાથે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આ પ્રયાસોને સમર્થન આપ્યું છે, જેના અનુસંધાનમાં હવે આ મુદ્દે ચર્ચા તીવ્ર બની છે.
चीन का बड़ा बयान:
"चीन-रूस-भारत सहयोग तीनों देशों के लिए लाभकारी है और भारत व रूस के साथ मिलकर त्रिपक्षीय संबंधों को आगे बढ़ाने के लिए तैयार है।"
क्या नई विश्व व्यवस्था बन रही है…? 🇨🇳🇷🇺🇮🇳#ChinaRussiaIndia | #TrilateralCooperation | #NewWorldOrder | #GlobalAlliance | #BRICS… pic.twitter.com/ypiItKfsIz
— One India News (@oneindianewscom) July 18, 2025
આ પહેલા રશિયાએ પણ RIC ફોર્મેટને પુનઃજીવિત કરવાની તાકીત આપી હતી. રશિયાના ઉપવિદેશ મંત્રી આંદ્રેઈ રુડેન્કોએ રશિયાના મીડિયા પોર્ટલ ‘ઇઝવેસ્ટિયા’ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, મોસ્કો RIC ને ફરીથી સક્રિય કરવા ઈચ્છે છે અને તે બાબતે બેઇજિંગ તથા નવી દિલ્હીની સાથે સંવાદ શરૂ કરી ચૂક્યું છે. રુડેન્કોએ સ્પષ્ટ કહ્યું કે, “અમારા માટે RIC ફોર્મેટમાં ભાગીદારી મહત્વની છે. આ માત્ર BRICSના સ્થાપક દેશોની ઓળખ પૂરતી નથી, પણ આપણે ત્રણેય રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે મજબૂત ભાગીદાર છીએ. આશા છે કે તમામ પક્ષો ફરીથી સહયોગ માટે સંમતિ આપે.”
વિદેશ મંત્રી એસ. જયશંકરની તાજેતરની ચીન યાત્રા બાદ RICના મુદ્દે ચીન અને રશિયાની રુચિમાં વધારો નોંધાયો છે. જયશંકરે ચીનમાં વિદેશ મંત્રી વાંગ યી અને રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સહિત ઉચ્ચ સ્તરીય નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન રાજકીય, વ્યૂહાત્મક અને ત્રિપક્ષીય સહયોગના વિષયો પર ચર્ચા થઈ હતી.
China-Russia-India cooperation benefits all three countries, and regional and global peace, security, stability and progress. China stands ready to maintain communication with Russia and India on advancing the trilateral cooperation. pic.twitter.com/A7lomEd3Kf
— CHINA MFA Spokesperson 中国外交部发言人 (@MFA_China) July 17, 2025
RIC ત્રિપક્ષીય ફોરમ પ્રથમ વખત 2002માં સ્થાપાયો હતો, જેના માધ્યમથી ત્રણેય દેશો આંતરરાષ્ટ્રીય મંચો પર સંકલિત વલણ વિકસાવવા માટે સંવાદ કરતા રહ્યા છે. જોકે છેલ્લા કેટલાય વર્ષોમાં ભારત-ચીન વચ્ચેના સીમા વિવાદના પગલે RIC ફોરમની ગતિવિધિઓ ધીમી પડી ગઈ હતી. હાલના વૈશ્વિક સદભાવનાના દ્રષ્ટિકોણથી, RICનું પુનર્જીવિત થવું આર્થિક સહકાર, શક્તિ સમતોલન અને ભવિષ્યના આંતરરાષ્ટ્રીય વ્યવસ્થામાં યોગદાન માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ભારતના દ્રષ્ટિકોણથી, જોકે RIC એક વ્યૂહાત્મક ત્રિકોણરૂપ સંવાદ પ્લેટફોર્મ છે, પરંતુ કોઈપણ પુનઃપ્રયાસો માટે ચીન સાથેના સીમા વિવાદ, વિદેશ નીતિમાં સમાનતા અને સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓની નિષ્ઠાપૂર્વક સમજૂતી અગત્યની રહેશે.