ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામી આજે ચમોલી પહોંચ્યા હતા. ભારે સુરક્ષા વચ્ચે સીએમ ધામીએ દુર્ઘટનામાં જાવ ગુમાવનારા લોકોના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. પરિવારજનો સાથે મુલાકાત દરમિયાન સીએમ ધામી પણ ભાવુક થઈ ગયા હતા. પરિવારજનો રડતા-રડતા પોતાના નજીકનાઓને ખોવાનું દુ:ખ વ્યક્ત કરી રહ્યા હતા.
બીજી તરફ મુખ્યમંત્રીએ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. સીએમ પુષ્કર સિંહ ધામી પરિવારના સભ્યોને હાથ જોડીને સાંત્વના આપતા નજર આવ્યા હતા.
CM ધામી ગોપેશ્વર હોસ્પિટલ પણ પહોંચ્યા હતા. તેમણે દર્દીઓની સ્થિતિની માહિતી લીધી અને તમામ સંભવ મદદનો વિશ્વાસ અપાવ્યો હતો. આ દરમિયાન તેમની સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેન્દ્ર ભટ્ટ, પ્રવાસન મંત્રી સતપાલ મહારાજ અને જિલ્લા પ્રભારી મંત્રી ડો.ધન સિંહ રાવત પણ હાજર હતા.
चमोली पहुंचकर अत्यंत पीड़ादायक व हृदय को झकझोर देने वाले हादसे में हताहत हुए लोगों के परिजनों से मिलकर शोक संवेदना व्यक्त की। हादसे में अपने प्राणों की आहुति देने वाले होमगार्ड्स के जवानों को श्रद्धांजलि अर्पित की।
यह भावुक क्षण शब्दों में बयान नही कर पा रहा हूं, जिन लोगों ने… pic.twitter.com/e6k1qJsnj5
— Pushkar Singh Dhami (@pushkardhami) July 20, 2023
મૃતકોને આપી શ્રદ્ધાંજલિ
દર્દીઓને સાથે મુલાકાત બાદ સીએમ ધામીએ મૃતકોને પણ શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે મૃતદેહો પર ફૂલ અર્પણ કરી તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
મેજિસ્ટ્રિયલ તપાસનો આદેશ
સીએમ પુષ્કર સિંહ ધામીએ વીજ કરંટથી લોકોના મોતની મેજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ મૃતકોના આશ્રિતોને પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઘાયલોને એક-એક લાખ રૂપિયાની રાહત રકમ આપવાનો નિર્દેશ આપ્યો છે.
બુધવારે ચમોલીમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. નમામી ગંગે પ્રોજેક્ટના સ્થળે વીજ કરંટ લાગવાથી 16 લોકોના મોત થયા હતા. સાથે જ 11 લોકો દાઝી ગયા હતા. જેમાંથી છને એઈમ્સ ઋષિકેશ અને પાંચને ગોપેશ્વર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.