સપ્તરંગ ફિલ્મ સોસાયટી અને વિશ્વ સંવાદ કેન્દ્ર,ગુજરાત દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે તેમના સહયોગથી સપ્તરંગ શોર્ટફેસ્ટ 2024નું રંગારંગ ઉદ્ઘાટન કરાયું.
“સપ્તરંગ શોર્ટ ફેસ્ટ=2024″ના ઉદ્ઘાટન સત્રમાં ડૉ .અમીબેન ઉપાધ્યાય (કુલપતિ,ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી),વંદનભાઈ શાહ (અધ્યક્ષ,સપ્તરંગ ફિલ્મ સોસાયટી, ગુજરાત) વિશેષ ઉપસ્થિત રહ્યા.
શોર્ટ ફિલ્મ બનાવનારા પ્રતિભાશાળી સર્જકોને પ્લેટફોર્મ અને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ સપ્તરંગ શોર્ટફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં કુલ 277 જેટલી શોર્ટ ફિલ્મ્સની એન્ટ્રી પ્રાપ્ત થઈ છે. જેમાંથી 37 ફિલ્મનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. ફિલ્મ ફેસ્ટિવલના પ્રથમ દિવસે કુલ ૨ માસ્ટર ક્લાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં માસ્ટર ક્લાસ – ૧ માં છેલ્લો દિવસ ફિલ્મની સ્ટાર કાસ્ટ જોડાઈ જેમાં યશ સોની,નેત્રી ત્રિવેદી,આર્જવ શાહ અને મિત્રા ગઢવી દ્વારા છેલ્લા દિવસ ફિલ્મના અજાણ્યા પાસાઓની ચર્ચા કરવામાં આવી. સાથે સાથે વિપુલ શાહ દ્વારા ચર્ચા કરવામાં આવી.માસ્ટર ક્લાસ ૨માં વિજયગિરિ બાવા,રોનક કામદાર અને રામ મોરી દ્વારા કસુંબો ફિલ્મ કેવી રીતે બનાવવામાં આવી તે બાબતે ચર્ચા કરવામાં આવી જેમાં દર્શકો દ્વારા વિવિધ પાસાઓ અંગે પ્રશ્નોત્તરી કરવામાં આવી.