સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રિવિઝન- SIRમાં મતદાર તરીકેની ઓળખ અર્થાત ‘એન્યુમરેશન ફોર્મ’ સોંપાવની પ્રક્રિયામાં હવે માંડ ૯ દિવસ બાકી રહ્યા છે. સોમવારે ECIએ મેપિંગ વગર અર્થાત વર્ષ ૨૦૦૨ની યાદી પ્રમાણે મતદાર અધિકૃત નથી તેવા ૯૭ વાપી વધુને કાઢ્યાના ૨૪ કલાકમાં આડેથડ ફોર્મ ધરાવતા લાખ નવા મતદારો ઉમેરાયા છે. જેના પગલે મેપિંગ વગરના મતદારોના ફોર્મની સંખ્યા વધી ૮૯,૨૦,૯૧૫એ પહોંચી છે!
આ તમામ મતદારો વર્ષ ૨૦૦૨ની યાદીમાં શોધ્યા ન મળતા હોય, પરંતુ હાલની ૨૦૨૫ની ફિઝ થયેલી યાદીમાં નોંધાયેલા હોય તો તેમના જન્મના, માતા કે પિતાના પુરાવા લઈને ફરી મેપિંગ પૂર્ણ કરવા ECIએ મતદાર નોંધણી અધિકારી-ERO, બુથ લેવલ ઓફિસર- BLOને આદેશો કર્યા છે. બીજી તરફ SIRમાં એન્યુમરેશન ફોર્મ ભરવા માટે માત્ર નવ જ દિવસ બાકી રહેતા હવે મતદારો દ્વારા સ્વંયભૂ ફોર્મની પ્રક્રિયામાં ગતિ જોવા મળી છે.
ECIના પોર્ટલ ઉપર એક જ દિવસમાં એક હજારથી વધુએ જાતે જ ફોર્મ ભરતા સ્વંયભૂ એન્યુમરેશન ફોર્મનો આંક વધીને ૧૭,૦૨૫એ પહોંચ્યો છે. મંગળવારની સાંજે ૬ કલાક સુધીના અહેવાલમાં ગુજરાતમાં ૫.૦૮ કરોડમાંથી ૩.૩૧ કરોડ ફોર્મ ડિજિટાઈઝઝ્ડ થયા છે. ૯ ડિસેમ્બરે મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર થયા પછી જેમનું મેપિંગ નહી થયુ હોય તેવા મતદારોને ERO દ્વારા પૂરાવા રજૂ કરવા નોટિસોનો દોર શરૂ થશે.
૧.૧૮ લાખ ડબલિયા મતદારો મળ્યા, સૌથી વધુ અમદાવાદમાં જ સ્થળાંતર !
ગાંધીનગર SIR હેઠળ એન્યુમરેશન ફોર્મ ભરવા માટે મુદ્દત ચોથી ડિસેમ્બરે પૂર્ણ થાય છે. તે પહેલા ૨૫મી નવેમ્બરને મંગળવારે સાંજે છ વાગ્યા સુધીના સંકલિત અહેવાલમાં કુલ ૫.૦૮ કરોડ મતદારો પૈકી ૩.૩૧ કરોડના ફોર્મ ડિજિટલાઈઝ થયા છે. આ સિવાયના ૧,૧૮.૩૬૫ મતદારોના નામ એકથી વધુ સ્થળે અર્થાત ‘ડબલિયા’ હોવાનું EICના ERO- BLOની ટીમે શોધી કાઢયુ છે.
આ પ્રક્રિયા હાલમાં ચાલુ છે, આથી વાસ્તવિક આંકડો તો ૯મી ફેબ્રુઆરીએ ફાઈનલ મતદાર યાદી જાહેર થયા પછી જ અધિકૃત થશે. પરંતુ, વર્તમાન પ્રક્રિયા દરમિયાન ૯,૩૨,૯૮૦ મતદારો તો મૃત હોવાનું નોંધાયુ છે. મૃત્યુ પછી પણ યાદીમાં જીવંત રહેલા મતદારો સિવાય ૧,૧૦,૦૩૪ મતદારો પોતાના નોંધાયેલા સરનામાથી ગાયબ છે. અત્યાર સુધીમાં ૯ હોવાનુ પણ ERO- BLOની સ્થળ વિઝીટમાં બહાર આવ્યું અત્યાર સુધીમાં ૯.૧૫ લાખ મતદારો પોતાના નોંધાયેલા સરનામેથી અન્યત્રે સ્થળાંતર કરી ચૂક્યા છે. જેમાં સૌથી વધુ સ્થળાંતરીત અમદાવાદ જિલ્લામાં નોંધાયા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel