અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ (DOJ) એ એક નવો મેમો બહાર પાડ્યો છે. તેમાં ફેડરલ પ્રોસિક્યુટર્સને ઇમિગ્રેશન કેસોને પ્રાથમિકતા આપવા જણાવાયું છે. જેમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સના હોય તેવા વર્કરનો પણ સમાવેશ થાય છે. આ મેમોના કારણે અમેરિકાની ઘણી કંપનીઓને ભારે અસર થવાની છે. આનો અર્થ એ થયો કે જે કંપનીઓ ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેતા લોકોને અથવા H-1B વિઝા ધારકોને નોકરી પર રાખે છે તેમણે ફોજદારી કાર્યવાહીનો સામનો કરવો પડશે.
આ મેમો તાજેતરમાં બહાર પાડવામાં આવ્યો છે. આમાં DOJ એ ઇમિગ્રેશન અમલીકરણને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. આનું કારણ એ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આ નીતિનો હેતુ યુએસ એટર્ની ઓફિસને ઇમિગ્રેશન કાયદા હેઠળ કેસ ચલાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ પગલાથી બધી અમેરિકન કંપનીઓને અસર થશે. ખાસ કરીને જે લોકો વિદેશી કામદારોને રોજગારી આપે છે તેઓ સૌથી વધુ પ્રભાવિત થશે.
ઇમિગ્રેશન નિયમ તોડવા પર થશે કડક કાર્યવાહી
મેમોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ઇમિગ્રેશન સંબંધિત ઉલ્લંઘન સામે કડક વલણ અપનાવવું જોઈએ. આ ઉલ્લંઘનમાં યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને આશ્રય આપવો પરિવહન કરવું અથવા નોકરી આપવી વગેરે મુદ્દાઓનો સમાવેશ થાય છે. એકંદરે નવી નીતિ ઇમિગ્રેશન-સંબંધિત ઉલ્લંઘનોના કેસ ચલાવવાને પ્રાથમિકતા આપે છે.
નવી નીતિ હેઠળ, અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) હવે 8 U.S.C. 1324 મુજબ કડક કાર્યવાહી કરવા માટે તત્પર છે, જે વિદેશી કામદારોને ગેરકાયદેસર રીતે રોજગારી આપનારી કંપનીઓને લક્ષ્ય બનાવે છે.
મુખ્ય મુદ્દાઓ:
- DOJ હવે ગેરકાયદે કામદારોને knowingly અથવા negligence દ્વારા રોજગાર આપનારી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરશે.
- 8 U.S.C. 1324 હેઠળ આવી કંપનીઓને ભારે દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે.
- કંપનીઓ માટેCompliance auditing અને દસ્તાવેજ ચકાસણીનું મહત્વ વધી ગયું છે, કારણ કે નાની ભૂલો પણ મોટી કાનૂની મુશ્કેલીઓ ઊભી કરી શકે.
- ફોર્બ્સ અહેવાલ મુજબ, DOJનું enforcement હવે વધુ extensive અને aggressive બનશે.
આ પગલાંથી ખાસ કરીને નાનાં ઉદ્યોગો અને મેન્યુફેકચરિંગ, ફાર્મિંગ, હોટેલ મેનેજમેન્ટ જેવા ઉદ્યોગો પર સીધો પ્રભાવ પડશે, જ્યાં વિદેશી કામદારો મોટા પ્રમાણમાં કાર્યરત હોય છે.