દિલ્હીમાં ટ્રાન્સફર-પોસ્ટિંગ બિલ સંસદમાં રજૂ કરવામાં આવે તે પહેલા કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર આ મુદ્દા પર અણઘડ સ્થિતિમાં જોવા મળી છે. બિલ પર ‘I.N.D.I.A’ ગઠબંધન ભાગીદાર આમ આદમી પાર્ટીને સમર્થન આપવાની જાહેરાત કરનાર કોંગ્રેસમાં ફરી વિરોધનો અવાજ ઉઠ્યો છે. કોંગ્રેસના નેતા સંદીપ દીક્ષિતે કહ્યું છે કે, આ બિલનો વિરોધ કરવો ખોટું છે. તેમણે એમ પણ કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ‘ઇન્ડિયા’ ગઠબંધનને આ બિલ ખોટી રીતે સમજાવ્યું છે.
#WATCH | Congress leader Sandeep Dikshit on Delhi Ordinance Bill, says, "BJP has a majority in Lok Sabha, this bill should be passed in the House. The bill is as per the status of Delhi. If you want to give powers to Delhi, then it should be made a full-fledged state….In my… pic.twitter.com/2uUxSMcLLM
— ANI (@ANI) July 31, 2023
આજે કોંગ્રેસમાં ફરી એકવાર વિરોધ
પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્રએ પણ અગાઉ પાર્ટીને આ મુદ્દે AAPને સમર્થન ન આપવાની સલાહ આપી હતી. જોકે, હાઈકમાન્ડ દ્વારા દિલ્હી સરકારને ટેકો આપવાની જાહેરાત બાદથી સંદીપ અને અન્ય નેતાઓએ મૌન સેવ્યું હતું. હવે આજે ફરી એકવાર ખુલ્લેઆમ તેનો વિરોધ કર્યો છે.
આ બિલનો વિરોધ કરવો ખોટું
સંદીપ દીક્ષિતે કહ્યું, આ બિલ પણ પસાર થવું જોઈએ. દિલ્હીની સ્થિતિ પ્રમાણે આ બિલ પાસ થવું જોઈએ, જેમાં કંઈ ખોટું નથી. જો તમારે દિલ્હીને સત્તા આપવી હોય તો તેને સંપૂર્ણ રાજ્ય બનાવો. આ વટહુકમ એ જ સત્તાઓને વિભાજિત કરી રહ્યો છે જે દિલ્હી બંધારણીય સુધારા અને દિલ્હી એક્ટની મૂળભૂત ભાવનામાં હતી. એટલા માટે આ બિલનો વિરોધ કરવો ખોટું છે.