સુરત, ઈન્દોર બાદ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસ (Congress)ના ઉમેદવાર સુચારિતા મોહંતી (Sucharita Mohanty)એ ઓડિશાના પુરીમાં ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. મોહંતીએ આરોપ લગાવ્યો છે કે પાર્ટી કોઈપણ પ્રકારની આર્થિક મદદ કરી રહી નથી.
Congress Puri Lok Sabha candidate Sucharita Mohanty returns ticket after party denied her the election funding pic.twitter.com/53qjWxsLju
— Rishi Bagree (@rishibagree) May 4, 2024
પાર્ટી પર લગાવ્યો આરોપ…
સુચારિતા મોહંતીએ કહ્યું કે પાર્ટી ફંડિંગ વિના ચૂંટણી પ્રચાર કરવો મારા માટે શક્ય નથી, તેથી મેં ચૂંટણી લડવાની ના પાડી છે. હું ટિકિટ પરત કરું છું. ઉલ્લેખનીય છે કે સંબિત પાત્રા અહીંથી ભાજપના ઉમેદવાર છે.
કોંગ્રેસ મહાસચિવને લખ્યો પત્ર
કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલને લખેલા પત્રમાં સુચારિતાએ કહ્યું કે, પુરી સંસદીય ક્ષેત્રમાં આપણું અભિયાન ખરાબ રીતે પ્રભાવિત થયું છે કારણ કે પાર્ટીએ મને ફંડ આપવાનો ઇનકાર કર્યો છે. જ્યારે મેં આ વિશે ઓડિશા (Odisha) કોંગ્રેસના પ્રભારી ડૉ. અજોય કુમારને કહ્યું તો તેમણે કહ્યું કે તમે જાતે જ વ્યવસ્થા કરો.