વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને વડોદરા જીલ્લા કોંગ્રેસના આગેવાનની વિવાદીત પોસ્ટ.
પાદરા તાલુકાના સાધી ગામના વતની એવા કોંગ્રેસ નેતા અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્યામ પટેલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર દેશ વિરોધી તત્વોને પ્રોત્સાહિત કરતી અને વડાપ્રધાન ઉપર વિવાદિત પોસ્ટ શેર કરી છે. ઘનશ્યામ પટેલે ફસબુક ઉપર વિવાદિત પોસ્ટ શેર કરી છે. “આને દેશમાં સાચા અર્થમાં પ્રજા જોવા માગે છે” એવું લખીને વડાપ્રધાનનો AI જનરેટેડ ફોટો શેર કર્યો છે. જેમાં વડાપ્રધાન પાકિસ્તાનના સૈનિકો દ્વારા કેદ કરાયેલા દેખાડવામાં આવ્યા છે.
આવી પોસ્ટ એ કૉંગ્રેસનો દેશ વિરોધી એજન્ડા સ્પષ્ટ કરે છે. કૉંગ્રેસ પાર્ટી તરીકે ભાજપનો અથવા વડાપ્રધાનની નીતિઓનો વિરોધ કરે પણ પાકિસ્તાનની લાઈન ઉપર જઈને દેશ અને વડાપ્રધાનનું અપમાન કેવી રીતે કરી શકે તેવો પ્રજાનો મત છે. દેશ વિરોધી તત્ત્વોના એજન્ડાને ફોલો કરવો અને વાયરલ કરવો કેટલે અંશે વ્યાજબી છે એમ લોકોની લાગણી છે. આ બાબત સોશિયલ મીડિયામાં વાયરલ થતાં અને પોલીસને ધ્યાનમાં આવતા પાદરા પોલિસે તાત્કાલિક એક્શન લઈને પાદરા તાલુકાના કોંગ્રેસી આગેવાન અને વડોદરા જિલ્લા પંચાયતના માજી પ્રમુખની તાત્કાલિક ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
આ વાત વાયુવેગે પ્રસરી જતા કૉંગ્રેસ એને ઘનશ્યામ પટેલ વિરૂદ્ધ લોકોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો છે. પાદરા પોલીસ મથકે ઘનશ્યામ પટેલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ઘનશ્યામ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે પાદરા વિધાનસભાના ભાજપનાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલોનો સંપર્ક કરી તેમનો મત જાણવા માંગતા તેઓએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. અને કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓની આવી કુત્સિત માનસિકતાની ઝાટકણી કાઢી હતી.
રિપોર્ટર-ગોપાલ ચાવડા (પાદરા)
બાઈટ- ચૈતન્યસિંહ ઝાલા(ધારાસભ્ય-પાદરા વિધાનસભા)