લોકસભા ચૂંટણી પહેલા મહારાષ્ટ્રથી એક મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં MVA એટલે કે મહા વિકાસ અઘાડી ગઠબંધન વચ્ચે સીટની વહેંચણી પર વાતચીત થઈ છે. મહારાષ્ટ્રમાં MVA ગઠબંધનમાં સીટોની વહેંચણી પર સમજૂતી થઈ છે અને એ પણ જાહેર કરવામાં આવ્યું છે કે કોણ કેટલી સીટો પર ચૂંટણી લડશે. MVAમાં જાહેર કરાયેલ સીટ શેરિંગ ફોર્મ્યુલા મુજબ ઉદ્ધવ ઠાકરેની શિવસેના મહત્તમ 21 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 17 બેઠકો પર અને શરદ પવારની NCP 10 બેઠકો પર ચૂંટણી લડશે.
Shiv Sena Uddhav faction will contest elections on 21 seats in Maharashtra, NCP SCP will contest elections on 10 seats and Congress on 17 seats.#LokSabhaElections2024 pic.twitter.com/toM2Ijnz4A
— ANI (@ANI) April 9, 2024
શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, નાના પટોલે અને બાળાસાહેબ થોરાટે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને MVAમાં સીટ વહેંચણીની જાહેરાત કરી. સાંગલી સીટ શિવસેનાના ફાળે ગઈ છે જ્યારે NCP (શરદ જૂથ) ભિવંડી પર ચૂંટણી લડશે. અગાઉ કોંગ્રેસ આ બેઠક પર પોતાનો દાવો રજૂ કરતી હતી પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે, કોંગ્રેસ આ બે બેઠકો પર ચૂંટણી નહીં લડે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નાના પટોલેએ કહ્યું કે, અમે આજે ભારે હૈયે બેઠક વહેંચણીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, ભ્રષ્ટ સરકારને હટાવવાની છે. સાંગલી અને ભીનવાડીમાં અમારા કાર્યકરો ચોક્કસપણે શિવસેના (UBT) અને NCP (SP) માટે કામ કરશે. કોંગ્રેસના મત ચોક્કસપણે શિવસેના અને એનસીપીને ટ્રાન્સફર કરવામાં આવશે. હવે ભિવંડી અને સાંગલીનો વિષય પૂરો થયો.