આહવા ગામથી સાત કિલોમીટર દૂર ભુસદા નદી કિનારે કેટલાક લોકોને ઈસાઈ ધર્માંતરણ કરાવી રહ્યા હોવાના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.
આ ધર્મંતરણની પ્રવૃત્તિમાં ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરેન ઈ/ ૬૪૩ ભરૂચ સંસ્થાના પાદરી રેવ. વિપુલ અનિલભાઈ ઠાકોર રહે, આહવા. જેમના દ્વારા આહવા તાલુકાના તથા ડાંગ જિલ્લાના લોકોને બાપ્તીસમ અપાવ્યા હતા. પરંતુ અમારા પ્રતિનિધિએ તપાસ કરતા પ્રાપ્ત સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર આ રેવ. વિપુલ અનિલ ઠાકોર જેને પાસ્ટર તરીકે સંસ્કાર વિધિ પાડવા માટે અગાઉ જે સંસ્થાએ દીક્ષા આપી હતી તે સંસ્થા સાથે દગાબાજી તથા અન્ય સંસ્થામાં જોડાઈ જવાના કારણે તેમની દીક્ષા પાછી લઈ લેવામાં આવી હતી અને તમામ પાસ્ટર તરીકેની સંસ્કાર વિધિ પાડવામાંથી તેમને બરખાસ્ત કરવામાં આવેલ છે. આમ છતાં આ રેવ. વિપુલ અનિલ ઠાકોર દ્વારા લોકોને બાપ્તીસમ આપવાની વિધિ કરવામાં આવી રહી છે. આમ ખરેખર ભોળા ગરીબ આદિવાસીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે.
રેવ.વિપુલ અનિલ ઠાકોર જેઓને પાસ્ટર માંથી દરખાસ્ત કરવામાં આવ્યા છે તેનું સર્ટિફિકેટ આપણે અહીં રજૂ કરીએ છીએ. આ રેવ. વિપુલ અનિલ ઠાકોરને ૧૭/૦૨/૨૦૨૩ થી ૧૬/૦૨/૨૦૨૮ આમ પાંચ વર્ષ સુધી પાસ્ટર માંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આવા કપટી લોકોને સરકાર દ્વારા કડકમાં કડક સજા થાય અને ઉપરોક્ત તમામ બાબતે ખૂબ જ ઊંડી તપાસની જરૂર માગી લે છે અને સખત કાર્યવાહી કરવામાં આવે તેવી આમ જનતાની માંગ ઉઠી છે જેથી કરીને આવનારા દિવસોમાં આવા કપટી લોકો દ્વારા લોકોને છેતરપિંડી કરી ધર્માંતરણ ન કરવામાં આવે તે જરૂરી બન્યું છે.