ડાંગ જીલ્લાનાં આહવા તાલુકામાં ફર્સ્ટ ડીસ્ટ્રીક્ટ ચર્ચ ઓફ ધ બ્રધરેન ઈ/૬૪૩ ભરૂચ સંસ્થાનાં પાદરી રેવ. વિપુલ ઠાકોર રહે. આહવા તેમનાં સાગરીત, વિનોદ ક્રિસ્ચ્યન, બાબજીભાઈ ગામીત, જોની વસાવા તથા ઓરીસ્સા રાજ્યથી આવીને આહવામાં વસી ગયેલા અને હાલ ધર્માંતરણની પ્રવૃત્તિઓમાં સામેલ રણજીત મોહંતી દ્વારા આહવા તાલુકો તથા ડાંગ જિલ્લામાં ખુલ્લેઆમ મોટા પાયે આદિવાસીઓનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે.
૨૦૦૩ના કાયદા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિએ પોતાનો ધર્મ બદલવો હોય અને બીજા ધર્મને અંગીકાર કરવો હોય તો જિલ્લા કલેકટરની મંજૂરી લેવી પડે છે. આનાથી વિપરીત ડાંગ જિલ્લામાં બહારથી આવેલા પાસ્ટર લોકો ભોળા આદિવાસીઓને ફોસલાવીને લોભ લાલચ આપીને ખુલ્લેઆમ ધર્માંતરણ કરાવી રહ્યા છે. શું આવા લોકોને કાયદાનો કોઈ જ ડર નથી?
હમણાં જ તાજેતરમાં આહવાથી ૭ કિ.મી. દુર આવેલ ભુસદા નદીમાં અનેક આદિવાસી લોકોને જીલ્લા કલેકટરની મંજુરી લીધા વગર બાપ્તિસ્મ અપાવ્યાં હતાં. આ લોકો ફક્ત સોગંદનામાનાં આધારે ધર્માંતરણની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આવી ઘણી પ્રવૃતિઓ આ લોકો ડાંગના અનેક વિસ્તારોમાં કરી રહ્યાં છે જે કાયદાની વિરુદ્ધ છે છતાં તંત્ર આંખ બંધ કરીને તમાસો જોઈ રહ્યું છે.
પાદરી રેવ. વિપુલ ઠાકોર અવારનવાર અમેરીકાથી મહેમાનો બોલાવીને ધર્માંતરણની પ્રવૃત્તિની કરે છે પરંતુ આજદિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી એમના ઉપર થઈ નથી. ઉપરોક્ત વિષય બાબતે વધુ તપાસની જરૂર છે.
જો આ વિષય ઉપર ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં ઘણા બધા એવા વ્યક્તિઓ મળી શકે છે જે બીજા રાજ્યમાંથી આવીને અહીં ધર્માંતરણ કરાવી રહ્યા છે.
બોક્ષ :-
ઓરિસ્સાથી આવેલ રણજીત મોહન જેવા કેટલાય લોકો ડાંગ જિલ્લામાં આવીને વસી ગયા હશે પણ વહીવટી તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી રહી? શું વહીવટી તંત્ર જાણવા છતાં અજાણ બની રહ્યું છે ? કે પછી વહીવટી તંત્રની નજર હેઠળ જ આવી વટાળ પ્રવૃત્તિઓ ચાલી રહી છે? જો વહીવટી તંત્ર પોતાની ઘોર નિંદ્રામાંથી નહીં જાગશે તો ડાંગ જિલ્લો આખો ઈસાઈ જિલ્લો બનતા વાર નહીં લાગશે. ડાંગ જિલ્લાની સાથે અડીને આવેલા તાપી જિલ્લામાં પણ ધર્માંતરણની પ્રવૃત્તિઓ મોટાપાયે ચાલી રહી છે જો આવી પ્રવૃત્તિઓ પર કાયદા દ્વારા અંકુશ મૂકવામાં નહીં આવે તો દક્ષિણ ગુજરાતના બે આદિવાસી જિલ્લાઓ ડાંગ અને તાપીને ઈસાઈ જિલ્લા બનતા વાર નહીં લાગશે કારણ કે ડાંગ અને તાપી જિલ્લાઓ આદિવાસી બહુલ જિલ્લા છે.