સમગ્ર રાજ્ય માં નકલી નો ખેલ ચાલી રહ્યો છે. ક્યારેક નકલી કચેરી,નકલી ટોલ, નકલી અધિકારી પકડાતા હોય છે. પણ આના પર ક્યારેય રોક લાગી હોય તેવું જોવા મળ્યું નથી, પણ દિવસે ને દિવસે આવા કિસ્સાઓ વધતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે.
અરવલ્લી જિલ્લામાં પહેલા કથિત સિંચાઈ વિભાગ ની કચેરી મળી હતી,ત્યારે હવે એક નકલી અધિકારી મળી આવતાં પોલીસે તપાસ નો ધમધમાટ તેજ કર્યા છે.
નકલી અધિકારી નાનો અધિકારી નહિ પણ ડેપ્યુટી કલેક્ટર તરીકે બની ચુક્યો છે.
અરવલ્લી જિલ્લા ના બાયડ તાલુકા ના સાઠમ્બા ના ઇન્દ્રામ પંથકમાં તપાસ અંગે પોલીસ પહોંચી જ્યાં આરોપી પ્રકાશ ભાઈ ધીરજભાઈ નાઈ એ પોતે રાજ્ય સેવક ન હોવા છતાંય પોતે SDM (સબ ડીવીજનલ મેજિસ્ટ્રેટ )ડે, કલેક્ટર તરીકે ની ઓળખાણ આપી હતી.એટલુંજ નહી બની બેઠેલા નકલી અધિકારીએ તેનું ડુપ્લીકેટ આઈ, કાર્ડ બતાવી જણાવ્યું કે તે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે વર્ષ -2022 થી રેવન્યુ વિભાગમાં એ, ડી, એમ,તરીકે ફરજ બજાવે છે.પોલીસ ને ત્યારે ખ્યાલ આવ્યો કે, જ્યારે સાઠમ્બા પોલીસ એક ગુના ની તપાસ અર્થ તે વિસ્તાર માં ગઈ હતી. જ્યારે તપાસ દરમિયાન આરોપીએ રાજ્ય સેવક ના હોદ્દા ઉપરનું નામ ધારણ કરી પોતે SDM તરીકે ની ઓળખાણ આપી હતી.
આ અંગે ટેલિફોનિક વાતચીત માં જી. એસ. સ્વામી જણાવે છે કે બે મહિના અગાઉ ઇન્દ્રાણ ગામે રાયોટિંગના ગુન્હા અંગે પોલીસ તપાસ અંગે ગઈ હતી, ત્યારે પ્રકાશભાઈ નાઈ એ પોતાની ઓળખાણ એસ. ડી. એમ. તરીકે Five આપી હતી.ત્યારે પોલીસે ખરાઈ માટે દસ્તાવેજ માગ્યા. આરોપીએ આઈ. કાર્ડ ની નકલ આપી હતી. જેની ખરાઈ કરવા પોલીસે નડિયાદ મોકલી હતી. ત્યારે નડિયાદ જિલ્લા સેવા સદન થી જવાબ આવ્યો કે પ્રકાશભાઈ નાઈ નામનો કોઈ વ્યક્તિ નથી.પોલીસે ખરાઈ કર્યા બાદ આ વ્યક્તિની પકડવાની તાજવીજ શરૂ કરી.ત્યારે ગત માંડી સાંજ ના સુમારે પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કાળા કાચ વાળી ગાડી આવતાં પોલીસે ગાડી ઉભી રખાવી ગાડી માં બેઠેલ શખ્સનું નામ પૂછતાં પોતાની ઓળખાણ એસ. ડી. એમ.તરીકે આપતાં ભોડો ફૂટી ગયો હતો.
પોલીસ અને સ્થાનિક સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ અનેક મૌખિક ફરિયાદો પોલીસ સુધી પહોંચી હતી, કે એક શખ્સ પોતાની ઓળખાણ એસ. ડી. એમ. તરીકે આપે છે અને રોફ જમાવે છે.જેનાથી લોકો ડરી જતા, પોલીસ ને ત્યારથીજ શક હતો, અને પોલીસ આ ઈસમ ની પકડમાં હતી.
સમગ્ર રાજ્યમાં આવી ઘટનાઓ છાશવારે ઘટતી હોય છે. ત્યારે આવા કેટલા નકલી અધિકારીઓ ફરતા હશે તે પણ એક સવાલ છે.નકલી અધિકારીઓ બની કેટલીય જગ્યાએ છેતરપિંડી,રૂપિયા પડાવવા સહીતની ઘટનાઓને અંજામ આપતા હશે.ત્યારે ઝડપાયેલા શખસે રાજ્યના કેટલા વિસ્તારોમાં તેની ઓળખાણ ડે, કલેક્ટર ની આપી હશે તે પણ એક સવાલ છે.એટલુંજ નહિ ડે, કલેક્ટર બની કેવા કેવા કાર્યો કર્યા હશે તે પણ એક તપાસનો વિષય છે.
હાલતો સાઠમ્બા પોલીસે આરોપી પ્રકાશભાઈ ધીરજભાઈ નાઈ રહે, ઇન્દ્રાણ તા, બાયડ જિલ્લો, અરવલ્લી હાલ રહે,એ 302 સદગુરુ લેન્ડમાર્ક,નવા નરોડા, અમદાવાદ વિરુદ્ધ બી, એન, એસ, કલમ 170,465,468,471,મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.