ખેડા જીલ્લા ક્રિકેટ એસોસીએશન (KDCA) દ્રારા આયોજીત નડિયાદનાં જે.એન્ડ જે.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નિઃશુલ્ક એન્ટ્રી સાથે IPL FAN PARK 2024 યોજવામાં આવ્યો હતો.
નડિયાદ શહેરમાં યોજાયેલ IPL મેચનુ મોટા પડદે જીવંત પ્રસારણનો આનંદ માણતા ક્રિકેટ રસીયાઓએ માણ્યો હતો. ટાટા IPL પહેલા કરતા વધુ મોટું, વધુ ક્રેઝી અને આકર્ષક બને છે ! સીટીઓ, ચિચીયારીઓ, ફેસ પેન્ટિંગ, બૂમો, કેઝી સ્ટન્ટસ સાથે આ વખતે બધું જ ચાહકો માટે છે ! ક્રિકેટ, ખેલાડીઓ, મનપસંદ ટીમ્સ અને બીજા ઘણા બધા માટેના પોતાના પ્રેમને વ્યકત કરતા સર્વાધિક ઘેલા ચાહકોની સાથે IPL 2024 ફેન પાર્કસમાં ચાહકોને આકર્ષે છે, 50 શહેરોમાં ચાહકોને સ્પર્શતા ફેન પાર્કસ દેશભરમાં IPL ફીવરને ટેકઓવર કરવા તૈયાર છે. જાયન્ટ સ્ક્રીન્સ પર ઝડપી લેવામાં આવનાર દરેક શ્વાસ થંભાવતી ક્ષણ સાથે, દરેક સ્થળ ચાહકોને સ્ટેડિયમ જેવી લાગણી કરાવનારું LIVE પ્રસારણ કરવામાં આવેલ. સંગીત, મરચન્ડાઇઝ, ફૂડ સ્ટોલ્સ, પીણાં અને IPLના અધિકૃત ગયોજકો દ્વારા કેટલીક મનોરંજક પ્રવૃત્તિ સાથે મસ્તી અને રોમાંચ બમણાં કરવામાં આવેલ, આટલી બધી મઝા સાથે, પોતાની ટીમ્સ માટે ચિચીયારીઓ પાડી ચાહકોને એવું લાગ્યું કે જાણે તેઓ સ્ટેડિયમમાં જ છે! દરેક સીઝન અગાઉ કરતા વધારે મોટી થતી જાય છે, આ વખતે 10 લાખ ક્રિકેટ પ્રેમીઓનું અપેક્ષિત ટર્નઆઉટ ફેન પાર્કસમાં ઘેલછાનો અનુભવ કરવામાં આવેલ હતો.