પોલીસ અધિક્ષક, ખેડા – નડીયાદ તથા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા-નડીયાદ નાઓએ જીલ્લામા પ્રોહિ જુગારની બદીને નેસ્તનાબુદ કરવા માટે આપેલ પ્રોહી ડ્રાઇવ/ સુચના અને માર્ગદર્શન મુજબ ગત તા.૧૨/૦૭/૨૦૨૪ ના રોજ એલ.સી.બી સ્ટાફના હેડ.કો. વગેરે નાઓ ખેડા ટાઉન પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગ હતા.
દરમ્યાન કનેરા ગામ હાઇવે પાટીયા રોડ ઉપર આવતા હેઙકો મહાવીરસિંહ તથા પો.કો.કુલદિપસિંહ નાઓને સંયુક્ત બાતમી હકીકત મળેલ કે પેલેડીયમ લોજીસ્ટીક પાર્ક, વેર હાઉસની અંદર આવેલ અસ્વીકા નામના ગોડાઉનમાં આવેલ ડીલીવરી કુરીયર કંપનીમાં દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપનીવાળા નાઓએ રાજનસિંહ ચૌહાણ રહે. વીજાપુર, મહેસાણા ના નામના કુરીયરના પાર્સલોમાં ચોરીછુપીથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મોકલેલ છે અને તે કુરીયરના બોક્સ હાલ કનેરા ગામ ખાતેના ડીલીવરી કુરીયરના ગોડાઉનમાં છે. જે માહિતી આધારે જઇ તપાસ કરતા જે બે બોક્સમાં કુરીયર કંપનીના એક્સ-રે મશીનમાં તપાસ કરાવતા સદરી બે બોક્સમાં બોટલો હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવેલ. જે બન્ને બોક્સ ઉપર જોતા સદરી કુરીયર લેનાર તરીકે રાજનસિંહ ચૌહાણ રહે.આનંદપુરા ચોકડી, રીલાયન્સ પેટ્રોલ પંપ નજીક, વીજાપુર, મહેસાણા નું નામ જણાઇ આવેલ અને સદરી કુરીયર મોકલનાર તરીકે લક્ષ્મી ગ્લાસ કંપની, મુલતાની બીલ્ડીંગ, ૮૭૯/૬, નરેન માર્કેટ, સદર બજાર, ન્યુ દિલ્હી-૧૧૦૦૦૬ ના નામનું સ્ટીકર ચોટાડેલ હતુ. જેથી સદરી બન્ને બોક્સમાં તપાસ કરતા એક બોક્સમાંથી પ્રવાહી બહાર નીકળતુ હોય તેમાંથી પુષ્કળ દારૂની વાશ આવતી હતી. જેથી પંચોની હાજરીમાં તે બન્ને બોક્સ ખોલાવી જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ-૪૮ બોટલો મળી આવેલ. જે બહાર કાઢી જોતા કુલ-૭ બોટલો ટુટેલી હાલતમાં હતી. જે કુલ-૪૧ કુલ કિ.રૂા.૨૦,૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલ કુરીયર (દારૂનો જથ્થો) લેનાર- રાજનસિંહ ચૌહાણ રહે.આનંદપુરા ચોકડી, રીલાયન્સ પેટ્રોલ પંપ નજીક, વીજાપુર, મહેસાણા-૩૮૨૮૭૦ નાઓ નહિ પકડાયેલ તથા તપાસમાં નીકળતા તમામ ઇસમો વિરુદ્ધમાં ખેડા ટાઉન પો.સ્ટે ગુનો રજીસ્ટર કરેલ છે.