રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદ દ્વારા પસાર કરાયેલ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને મંજૂરી આપી દીધી છે. આ બિલ હવે કાયદો બની ગયું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કુ એપ પર આ માહિતી આપી હતી. તેમણે ટ્વીટ કર્યું, “DPDP કાયદો બની ગયો છે. રાષ્ટ્રપતિએ સંમતિ આપી છે.”
ડીપીડીપી બિલ 9 ઓગસ્ટના રોજ રાજ્યસભા દ્વારા સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યું હતું. તેને 7 ઓગસ્ટે લોકસભામાં ધ્વનિ મત દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. આજે 12 ઓગસ્ટે રાષ્ટ્રપતિએ તેને આખરી મંજૂરી આપી હતી.
કાયદો ભારતની બહાર રહેતા લોકોને પણ લાગુ પડશે
આ કાયદાનો હેતુ ડિજિટલ વ્યક્તિગત ડેટાનું સંચાલન, તેને સુરક્ષિત રાખવા અને વ્યક્તિના અધિકારોને સંતુલિત કરવાનો છે. આ કાયદો ભારતમાં ડિજિટલ વ્યક્તિગત ડેટા પ્રોસેસિંગ પર લાગુ થાય છે, જેમાં ઓનલાઇન અને ડિજિટાઇઝ્ડ ઓફલાઇન ડેટાનો સમાવેશ થાય છે. આ કાયદો ભારતની બહાર રહેતા લોકોને પણ લાગુ પડશે. આ કાયદો ભારતીય નાગરિકોની ગોપનીયતાનું રક્ષણ કરશે.
Government of India issues gazette notification for the Digital Personal Data Protection Act after it receives the assent of the President pic.twitter.com/tMt2LbhAfe
— ANI (@ANI) August 12, 2023
કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે
કાયદામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે જેઓ કોઈ વ્યક્તિના ડિજિટલ ડેટાનો ઉપયોગ કરવામાં અને તેને સુરક્ષિત કરવામાં નિષ્ફળ જાય છે તો તેના પર 250 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ટેક કંપનીઓએ હવે લોકોના ડેટાને સુરક્ષિત કરવા માટે કડક પગલાં લેવા પડશે. જો તમારો ડેટા લીક થયો છે અથવા તમારા ડિજિટલ ડેટાનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો તમે ડેટા પ્રોટેક્શન બોર્ડને તેની જાણ કરશો અને કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
કંપનીઓએ ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક કરવી પડશે
જો યુઝર ડેટાનો ઉપયોગ કરતી સોશિયલ મીડિયા કંપની કોઈ વ્યક્તિનો ડેટા સુરક્ષિત કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. કંપનીઓએ વ્યક્તિગત ડેટાને સુરક્ષિત રાખવાનો હોય છે. ડેટા ચોરાઈ ન જાય તે માટે કંપનીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે.
લીક થવાના કિસ્સામાં, કંપનીઓએ ડેટા પ્રોટેક્શન બોર્ડ અને સંબંધિત યુઝર્સને જાણ કરવી પડશે. આ કાયદા બાદ હવે કંપનીઓએ ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક કરવી પડશે અને યુઝર્સને પણ તેની જાણકારી આપવી પડશે.