‘‘હર ઘર તિરંગા” અભિયાન અંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
જિલ્લામાં તિરંગાનું જરૂરિયાત મુજબ વિતરણ કરવામાં આવશે : અધિકારી ઓ અને જિલ્લાના નાગરિકો તિરંગો લહેરાવી પોતાની સેલ્ફી સોશિયલ મીડિયામાં અપલોડ કરી શકશે
દેશના નાગરિકોને તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી “હર ઘર તિરંગા” અભિયાન વર્ષ -૨૦૨૨થી શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો હેતુ લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને રાષ્ટ્રનિર્માણ માટે યોગદાન આપનારા દેશભક્ત વીર શહીદોની સ્મૃતિ તાજી કરી રાષ્ટ્રભાવનાની જ્યોત લોકોના દિલમાં પ્રગટાવવાનો રહેલો છે.
સમગ્ર નર્મદા જિલ્લામાં આગામી તા.૧૦મી થી ૧૩મી ઓગષ્ટ-૨૦૨૪ દરમિયાન “હર ઘર તિરંગા” અભિયાનની ઉજવણી થવા જઈ રહી છે. લોકો પોતાના ઘર, સંસ્થા, દુકાનો પર કે અન્ય ઈમારતો પર તિરંગો લહેરાવી આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સામેલ થાય તેવી સરકારશ્રી દ્વારા સૌ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જિલ્લામાં ઠેર ઠેર આ પર્વ માનભેર ઉજવવા માટે જિલ્લાવાસીઓને અપીલ કરાઈ છે. રાષ્ટ્રધ્વજનું પુરેપુરા સન્માન સાથે ફરકાવવાનો રહેશે અને ઉતારવાનો પણ રહેશે. જિલ્લા વહિવટીતંત્ર પણ આ દિશાની તમામ તૈયારીઓમાં લાગી ગયું છે. જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાની અધ્યક્ષતામાં આ અંગે બેટખ મળી હતી. જેમાં સુચારુ આયોજન અમલવારી કરવા સૌને અનુરોધ કરવામાં આવ્યો છે. અને આ અભિયાન અંગે આપ સૌ સુવિદિત અને વાકેફ છો. જિલ્લાના તમામ નાગરિકોને અને વિવિધ ક્ષેત્રની સંસ્થાઓને આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાઈને તેને સફળ બનાવવા જિલ્લા વહિવટી તંત્ર તરફથી જાહેર અપીલ કરાઈ છે.
નર્મદા જિલ્લામાં “હર ઘર તિરંગા” ઉત્સવને વધાવવા માટે બોર્ડર વિલેજ સહિત જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો, જિલ્લા સહકારી મંડળીઓ અને સસ્તા અનાજની દુકાનો, જિલ્લાની આંગણવાડી, પ્રાથમિક શાળાઓ, કોલેજવા વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લે તે પણ ખૂબ જરૂરી છે. સાથોસાથ શહેરી કક્ષાએ નગર પાલિકાનાં સંકલનમાં રહીને નગરમાં તિરંગા શોભાયાત્રા રેલી સ્વરૂપે યોજાશે. શહેર અને જિલ્લાની શાળાઓમાં “આન બાન શાન ઓફ તિરંગા”ની થીમ હેઠળ સ્પેશિયલ તિરંગા માર્ચ-રેલી, પ્રભાતફેરીનું પણ વિવિધ તબક્કે આયોજન કરવામાં આવશે.
જિલ્લામાં આ પર્વ ઉપર એક નજર કરવામાં આવે તો જિલ્લાની પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, પશુ દવાખાના, પીએચસી-સીએચસી, પોલીસ મથકો, આઈટીઆઈ, સહકારી સંસ્થાઓની ઈમારતો, જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો, તમામ મામલતદારશ્રીની કચેરી, તમામ ગ્રામ પંચાયત કચેરી, રાજપીપલા નગર પાલિકા વિસ્તારમાં આવેલી સરકારી-ખાનગી મિલકતો, જિલ્લામાં આવેલી ખાનગી ઈમારતો અને વ્યાપારી સંકુલો મળીને હજારો-લાખો મિલકતો-ઈમારતો ઉપર તિરંગો લહેરાશે. “હર ઘર તિરંગા” ઉત્સવને વધુ સઘન અને અસરકારક બનાવવા માટે જનજન સુધી તેના સંદેશા સાથે જાગૃતિ ફેલાય તે માટેના વિવિધ પ્રયાસો જિલ્લા વહિવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યાં છે. આ અવસરમાં સૌને સહભાગી બનવા સૌ નાગરિકોને, અધિકારી કર્મચારીઓને જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ખાસ જાહેર અનુરોધ કરવામાં આવે છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડ, સહાયક પોલીસ અધિક્ષકશ્રી લોકેશ યાદવ, નાયબ કલેક્ટરશ્રીઓ, પ્રાંત અધિકારીઓ, મામલતદાર-તાલુકા વિકાસ અધિકારીઓ અ સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.