રક્ષા પ્રધાન રાજનાથ સિંહે બુધવારે પેરિસ નજીક ફ્રેન્ચ ફર્મ સેફરનની જેટ એન્જિન ઉત્પાદન સુવિધાની મુલાકાત લીધી હતી. તેઓ આ મુલાકાત સાથે એરો-એન્જિન ટેક્નોલોજીમાં નવીનતમ વિકાસના સાક્ષી બન્યા હતા. રાજનાથ સિંહની ગેનેવિલિયર્સ ખાતેની સુવિધાની મુલાકાત ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. કારણ કે સેફરન એક મેગા પ્રોજેક્ટ હેઠળ ભારતમાં ફાઇટર એરક્રાફ્ટ એન્જિનના સહ-વિકાસ પર વિચાર કરી રહ્યું છે.
રક્ષા પ્રધાન ઈટલીની યાત્રા પૂર્ણ કર્યા બાદ ફ્રાન્સની મુલાકાતે છે. રાજનાથ સિંહે પેરિસમાં ટોચની ફ્રેન્ચ સંરક્ષણ કંપનીઓના CEOના જૂથ સાથે પણ વાર્તાલાપ કર્યો અને તેમને ભારતમાં સંરક્ષણ હાર્ડવેરના સહ-વિકાસ અને સહ-ઉત્પાદનના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતુ કે ત્રીજા દેશોમાં નિકાસ કરી શકાય છે.
સંરક્ષણ મંત્રાલયે રાજનાથ સિંહના પેરિસ પ્રવાસ વિશે જણાવ્યું હતું કે, રાજનાથ સિંહે પેરિસ નજીક જેનવિલિયર્સમાં સેફરન એન્જિન ડિવિઝનના આર એન્ડ ડી સેન્ટરની મુલાકાત લીધી હતી અને એરો-એન્જિન ટેક્નોલોજીમાં નવીનતમ વિકાસના સાક્ષી બન્યા હતા.
સંરક્ષણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે સેફરનના ગ્લોબલ CEO ઓલિવિયર એન્ડ્રીસે રાજનાથ સિંહને આવકાર્યા હતા. સાથે તેમની ટીમ સાથે રાજનાથ સિંહને સેન્ટરની વિગતવાર માહિતી આપી હતી.
મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “સેફરનને તેના સમકક્ષો સાથે પરસ્પર સંમતિ સાથે સંયુક્ત પ્રોજેક્ટ્સ પર કામ કરીને ભારતીય વિકાસનો ભાગ બનવામાં રસ દર્શાવ્યો હતો.સાથે જ જણાવવામાં આવ્યુ હતુ કે રાજનાથ સિંહે ભારત સાથે સહયોગ માટેની તેમની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને ટોચની ફ્રેન્ચ સંરક્ષણ કંપનીઓના CEO સાથે પણ મુલાકાત કરી હતી.
ડેસોલ્ટ એવિએશનના CEO એરિક ટ્રેપિયર, નેવલ ગ્રુપના CEO પિયર એરિક પોમલેટ, એરબસ ગિલાઉમ ફૌરીના CEO અને સેફરનના એન્ડ્રીસ આ ચર્ચા દરમિયાન હાજર હતા.જે અંગે મંત્રાલયે જણાવ્યું હતું કે રાજનાથ સિંહે ભારતમાં સહ-વિકાસ અને સહ-ઉત્પાદનના ફાયદાઓ પર પ્રકાશ પાડ્યો હતો.જેમાં ત્રીજા દેશોમાં નિકાસની શક્યતાઓ સામેલ છે.
તેમણે જણાવ્યુ કે તેમણે વિશાળ, કુશળ HR બેઝ, વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મજબૂત કાનૂની સ્થાપત્ય જેવા ભારતીય બજારના સહજ ફાયદાઓને રેખાંકિત કર્યા,” તે જણાવે છે. દિવસ પછી, સિંહ ફ્રાન્સના સશસ્ત્ર દળોના પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ સાથે પાંચમા ભારત-ફ્રાન્સ સંરક્ષણ સંવાદમાં ભાગ લેશે.