દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને AIIMS હોસ્પિટલના પ્રાઇવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. AIIMS દિલ્હી દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર પીઠમાં દુ:ખાવાની સમસ્યાના કારણે ગુરુવારે સવારે જ તેમને દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તેમની તબિયત સ્થિર છે અને તબીબો દેખરેખ રાખી રહ્યા છે.
Defence Minister Rajnath Singh was admitted to the old private ward, early morning today, with a complaint of back pain. He is stable and under observation: AIIMS Delhi
(File photo) pic.twitter.com/WTsHj1vt2H
— ANI (@ANI) July 11, 2024
રાજનાથ સિંહની બુધવારે મોડી રાત્રે તબિયત બગડી
મળતા અહેવાલો મુજબ રાજનાથ સિંહની બુધવારે મોડી રાત્રે અચાનક તબિયત બગડી હતી. તેમણે પીઠમાં દુઃખાવાની ફરિયાદ કરી હતી, જેના કારણે તેમણે મોડી રાત્રે જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમને એઈમ્સના પ્રાઈવેટ વૉર્ડમાં દાખલ કરાયા છે. હાલ ન્યૂરો સર્જન ડૉ.અમોલ રહેજા તેમની સારવાર કરી રહ્યા છે. એમ્સ દ્વારા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તેમને ટુંક સમયમાં ડિસ્ચાર્જ કરવામાં આવી શકે છે.
રાજનાથ સિંહે ગઈકાલે ઉજવ્યો જન્મ દિવસ
ઉલ્લેખનીય છે કે, રાજનાથ સિંહે 10મી જુલાઈએ પોતાનો 73મો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન તમામ નેતાઓએ તેમને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી અને તેમણે તેનો જવાબ પણ આપ્યો હતો. આ ઉપરાંત ભાજપના ઘણાં નેતાઓએ તેમના નિવાસસ્થાને પહોંચી જન્મ દિવસની શુભકામના પાઠવી હતી.