Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

નડિયાદથી કઠલાલ,કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા વિદ્યાર્થીઓની માંગ

નડિયાદથી કઠલાલ,કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા વિદ્યાર્થીઓની માંગ

ખેડા જિલ્લાના નડિયાદથી કઠલાલ, કપડવંજ, છીપડી, સિંહુજની એક્સ્ટ્રા બસો મૂકવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ  નડિયાદ શાખા દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

આ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નડીઆદ શાખા દ્વારા જણાવવામાં આવેલ કે છેલ્લા ઘણા સમયથી નડિયાદ કઠલાલ અને નડિયાદ કપડવંજ તેમજ અન્ય કઠલાલ કપડવંજ વાળી બસો રેગ્યુલર આવતી નથી આ વિષયને લઈને ઘણા બધા વિદ્યાર્થીઓને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે તેમજ ધક્કા મૂકી સાથે કોઈ વિદ્યાર્થીને જાનહાની પણ થઈ શકે તેવી શક્યતાઓ છે આ સિવાય ઘણી બસોમાં જબરજસ્તીથી વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે બસની કેપેસિટી કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવે છે જો આ વિદ્યાર્થીઓને કંઈ પણ થઈ જશે તો તેના માટે જવાબદાર કોણ ? નડિયાદની કોલેજમાં અભ્યાસ કર્યા પછી પોતાના વતન નડિયાદ થી કપડવંજ અથવા નડિયાદ થી કઠલાલ અથવા નડીયાદ થી કઠલાલ કપડવંજ જતા રૂટમાં જે વિદ્યાર્થીઓની કોલેજ છૂટ્યાના સાંજના સમય દરમિયાન જે બસની અંદર વધારે માત્રામાં વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે તો એના માટે સ્પેશિયલ બસ દોડાવવામાં આવે જેનાથી અકસ્માતની સંભાવના ટાળવામાં આવે અને વિદ્યાર્થીઓને તેમના સફર દરમિયાન મુશ્કેલી ના વેઠવી પડે.. જો આ બસો એક અઠવાડિયાની અંદર મૂકવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ આનાથી પણ ઉગ્ર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી જે તે પ્રશાસનની રહેશે.. તે હેતુથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નડીઆદ દ્વારા ડેપો મેનેજર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.