પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે વિશ્વકક્ષાનું અત્યાધુનિક સુવિધાવાળું ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ સપનું પણ હવે સાકાર થવાની તૈયારીમાં છે. વધુ એક અદ્યતન સુવિધાવાળું એરપોર્ટ ગુજરાતને મળવાનું છે. કેવું હશે ધોલેરાનું ઇન્ટરનેશનલ એરપોર્ટ અને કેટલા સમયમાં શરૂ કરવાનું સરકારનું પ્લાનિંગ છે તે મહત્વની માહિતી જાણી લઈએ. અમદાવાદથી માત્ર 90 કિલોમીટરના અંતરે આવેલા ધોલેરામાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું કામ ચાલી રહ્યું છે. વર્ષો પહેલા હાથ ધરાયેલ આ એરપોર્ટનું કામ પૂરું થવાની તૈયારીમાં છે.
આ ઇન્ટરનેશનલ એરપોર્ટનું રન વેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને આગામી બે મહિનામાં આ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધોલેરામાં કાર્ગો ફેસિલિટી શરૂ થઈ જશે. કોમનવેલ્થ ગેમ્સના આયોજન પહેલા અમદાવાદમાં ટ્રાફિક મેનેજમેન્ટ, આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટ્સ સંકુલ અને એરપોર્ટ અને હાઇસ્પીડ કનેક્ટિવિટીની જરૂર પડવાની છે.
રન વેનું કામ પૂર્ણ થયું
અમદાવાદમાં આયોજિત ભારત કુલ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વર્ષો પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટનું પ્લાનિંગ કરી રાખ્યું હતું. ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટની સ્પેસને જોઈએ તો આવનારા દિવસોમાં દુનિયાનું સૌથી બેસ્ટ એરપોર્ટ બનવાનું છે. ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટના રન વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. આગામી બે મહિનામાં ધોલેરામાં કાર્ગો ફેસેલિટી શરૂ થઈ જશે.
https://twitter.com/sanghaviharsh/status/1999456079235940588
ધોલેરા હાઈસ્પીડ ટ્રેનની ફેસિલિટી
આ સાથે તેમણે જણાવ્યું છે કે, એક દોઢ વર્ષમાં ધોલેરામાં કોમર્શિયલ ફ્લાઈટ્સ શરૂ થઈ જશે. એટલે આપણી પાસે હમણાં અમદાવાદમાં ડોમેસ્ટિક, ઈન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ છે અને ત્રીજું એરપોર્ટ આપણી પાસે ધોલેરા થઈ જશે. એવી જ રીતે ધોલેરા હાઈસ્પીડ ટ્રેનની ફેસિલિટી પણ તૈયાર થવા જઈ રહી છે. આ પ્રકારની ફેસિલિટી ધોલેરાથી સીધું અમદાવાદ પહોંચાડશે. ધોલેરાથી અમદાવાદ 40થી 50 મિનિટમાં પહોંચી જવાશે. આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ બિઝનેસ આવવા સાથે ફેસેલિટી પૂરી પાડશે. તેવી જ રીતે મેટ્રોના અલગ અલગ રૂટ શરૂ થઈ ચૂક્યા છે હમણાં ગિફ્ટ સિટી સાથે કનેક્ટિવિટીનો રૂટ શરૂ થશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો
Like, Share and Subscribe our YouTube channel