ગઈકાલે તા..15/5/25 ના રોજ સ્થાનિક રહીશો દ્વારા માન. ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા ને તેમના કાર્યાલય ખાતે રજુઆત કરતાં. .ધારસભ્ય દ્વારા સ્થાનિકોની રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક માન. પ્રાંત અધિકારી અને નેશનલ રોડ ઓથોરિટીના સબંધિત અધિકારીઓને જાણ કરી હતી… તેમજ આજે તા..16/5/25 ના રોજ ધારાસભ્ય પોતે પ્રાંત અધિકારી અને NHAI ના સબંધિત અધિકારી ઓ ને લઈ ને સ્થળ પર જ વિઝીટ કરી.
ધારાસભ્ય તેમજ પ્રાંત અધિકારી જાતે જ નિરીક્ષણ કરેલ અને સબંધિત અધિકારીઓને ગુણવત્તા યુક્ત અને ઝડપી કામગીરી કરવા સૂચના આપેલ… તાત્કાલીક રજૂઆતને ધ્યાને લેવા બદલ તેમજ રૂબરૂ સ્થળ વિઝીટ કરવા બદલ ધારાસભ્ય નો સ્થાનિક રહીશો આભાર વ્યક્ત કરે છે .તેમજ સાથોસાથ ફોલોપ લઈ ને ઝડપી કામગીરી પૂર્ણ કરાવશો એવી જાહેર જનતાની અપેક્ષા છે.