ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ, ભારતીય સેનાની રણનીતિ, સેનાની યોજનાઓ વગેરને લઇને ભારતીય સેનાના ત્રણેય મહાનિર્દેશકો દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શું કહેવામાં આવ્યું તેના પર એક નજર કરીએ.
#WATCH | Delhi | #OperationSindoor | Air Marshal AK Bharti says, "…This was a different kind of warfare and is bound to happen. God forbid, but if we fight another war, that would be completely different from this one. It is a cat-and-mouse game, and we need to be ahead of the… pic.twitter.com/AJTZ3zQrv2
— ANI (@ANI) May 12, 2025
એર માર્શલ ભારતીએ કહ્યું કે અમારી લડાઇ આતંકીઓ સામે હતી. પરંતુ અફસોસની વાત એ છે કે પાકિસ્તાને તે લડાઇને તેમની સામેની લડાઇ તરીકે માની લીધી અને અમને જવાબી કાર્યવાહી માટે માટે મજબૂર કર્યા..
#WATCH | Delhi | #OperationSindoor | On being asked about the message being conveyed by using Ramdhari Singh Dinkar's poem in the video presentation, Air Marshal AK Bharti says, "…'विनय ना मानत जलध जड़ गए तीन दिन बीति। बोले राम सकोप तब भय बिनु होय ना प्रीति'.." pic.twitter.com/WBDdUI47oX
— ANI (@ANI) May 12, 2025
આપણી એર ડિફેન્સ સિસ્ટમ એટલી મજબૂત છે કે તેને ભેદવી નામુમકીન છે.. પાકિસ્તાનની ચાઇના મેડ મિસાઇલને અમે તોડી પાડી હતી, અને પાકિસ્તાનના ડ્રોન પણ તોડી પાડ્યા હતા. આપણી એર ડિફેન્સ સિસ્ટમ એક દિવાલની જેમ ઉભી હતી. તેમણે કહ્યું કે આપણા બધાજ મિલેટ્રી બેસીઝ અને ઇક્વિમેન્ટ તૈયાર છે, અને જ્યારે પણ જરૂરીયાત જણાશે ત્યારે જરૂરી કાર્યવાહી કરવા સક્ષમ છે.
#WATCH | Delhi | DGMO Lieutenant General Rajiv Ghai says, "In the last few years, the character of terrorist activities have changed. Innocent civilians were being attacked.. 'Pahalgam tak paap ka ye ghada bhar chuka tha'…" pic.twitter.com/Nr21vVKSTo
— ANI (@ANI) May 12, 2025
તેમણે કહ્યું કે અમે સરહદ પાર કર્યા વિના હુમલા કર્યા. અમે પાકિસ્તાનની મિસાઇલો તોડી પાડી. તેઓ આપણા હવાઈ સંરક્ષણ ગ્રીડમાં પ્રવેશી શક્યા નહીં. અમે આતંકવાદીઓ પર ચોક્કસ હુમલા કર્યા. લેફ્ટનન્ટ ઘાઈએ કહ્યું કે 9-10 મેની રાત્રે પાકિસ્તાન વાયુસેના દ્વારા અમારી હવાઈ ટીમ અને લોજિસ્ટિક્સ સ્થાપના પર હુમલો કરવામાં આવ્યો હતો.
#WATCH | Delhi: Air Marshal AK Bharti says, "All our military bases, all our systems continue to remain fully operational and ready to undertake any future missions should the need so arise." pic.twitter.com/HWQwP5ol6Q
— ANI (@ANI) May 12, 2025
પાકિસ્તાને જે હુમલા કર્યા તે આપણી મજબૂત એર ડિફેન્સને કારણે નિષ્ફળ રહ્યા,અને તે કોઇ જ નુકસાન પહોંચાડી શક્યા નથી. કોઇ મોકો નહોતો કે પાકિસ્તાન આપણી આ સુરક્ષા પ્રણાલીને ભેદી શકે. આપણી એરફિલ્ડ દરેક પ્રકારે ઓપરેશનલ છે.. પાકિસ્તાની હુમલાની કોશીશો પણ એટલેજ નિષ્ફળ રહી..