આજના સમયમાં બહુ ઓછા લોકો હશે કે, જેમની પાસે એટીએમ કાર્ડ નહીં હોય. બેન્કમાં ખાતુ ધરાવતા લગભગ તમામ લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાંથી ઘણાને તેના વિવિધ લાભો અને સુવિધા વિશે ખબર હોતી નથી. શું તમે જાણો છો કે, એટીએમ કાર્ડની મદદથી નાણાંની લેવડ-દેવડ ઉપરાંત પ્રીમિયમ વિનાનો ઈન્સ્યોરન્સ પણ મળે છે.
બેન્કમાંથી એટીએમ કાર્ડ જારી થતાં જ તેના કાર્ડ હોલ્ડર્સને એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ અને લાઈફ ઈન્સ્યોરન્સ પણ મળે છે. દેશમાં મોટાભાગના લોકો અજાણ છે કે, તેમના ડેબિટ અને એટીએમ કાર્ડ પર લાઈફ ઈન્સ્યોરન્સ કવર મળે છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર, પર્સનલ એક્સિડેન્ટલ ઈન્સ્યોરન્સ (ડેથ) નોન યર ઈન્સ્યોરન્સ વીમા ડેબિટ કાર્ડ હોલ્ડરને આક્સ્મિક મૃત્યિ પર ઈન્સ્યોરન્સ પ્રદાન કરે છે.
એટીએમ કાર્ડ પર મફત ઈન્સ્યોરન્સ
ડેબિટ કાર્ડથી ટ્રાન્જેક્શન અત્યંત જરૂરી
આ ફ્રી ઈન્સ્યોરન્સનો લાભ ત્યારે જ મળે છે, જ્યારે તમે નિશ્ચિત સમય મર્યાદામાં તે ડેબિટ કાર્ડ મારફત અમુક ટ્રાન્જેક્શન કર્યા હોય. જુદા-જુદા કાર્ડ માટે જુદી-જુદી સમય મર્યાદા હોઈ શકે છે. અમુક એટીએમ કાર્ડ પર ઈન્સ્યોરન્સ પોલિસી એક્ટિવેટ કરાવવા માટે કાર્ડ હોલ્ડરે 30 દિવસમાં ઓછામાં ઓછુ એક ટ્રાન્જેક્શન કર્યું હોય. અમુક બેન્કો 90 દિવસની સમય મર્યાદામાં એક વખત ટ્રાન્જેક્શન કરનારને ફ્રી ઈન્સ્યોરન્સની સેવા આપે છે.