ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP) માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ આંતરિક વિવાદો અને અસંતોષની સ્થિતિ ઉભી થઈ છે. પાર્ટીના આગેવાનો દ્વારા રાજકારણમાં “સફાઈ” લાવવાના દાવાઓ વચ્ચે હવે ટિકિટ વિતરણ અને ઉમેદવારીને લઈને ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે.
પાર્ટીના નેતાઓ ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા સામે આરોપ છે કે તેઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાક વિવાદાસ્પદ અને ગુનાહિત છબી ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપી છે. જેના કારણે પાર્ટી કાર્યકરો અને રાજકીય વર્તુળોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
ટિકિટ વિતરણમાં ગડબડ અને ગંભીર આક્ષેપો
ટિકિટથી વંચિત રહેલા એક કાર્યકરે પાર્ટીના નેતાઓ પર શરાબ અને અન્ય સુવિધાઓ આપવાના ગંભીર આક્ષેપો કર્યા છે. આ આક્ષેપો બાદ પાર્ટીની છબી ઉપર પ્રશ્નો ઉભા થયા છે.
રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, ટિકિટ ફાળવણીમાં ગડબડને કારણે પાર્ટીમાં અંદરો અંદર કકળાટ ચરમસીમાએ પહોંચી ગયો છે. અનેક કાર્યકરો ખુદને અવગણાયેલા અનુભવી રહ્યા છે.
પ્રદેશ નેતાઓ વચ્ચે મતભેદ વધ્યા
પાર્ટીમાં હાલ પ્રદેશ સ્તરે નેતાઓ વચ્ચે મતભેદ ખુલ્લેઆમ સામે આવી રહ્યા છે. ગોપાલ ઈટાલિયા પર આરોપ છે કે તેઓ સુરત અને વિસાવદર સુધી મર્યાદિત રહ્યા છે, જ્યારે ઈસુદાન ગઢવી નું પ્રભાવ પણ ચોક્કસ વિસ્તારોમાં જ સીમિત હોવાનું કહેવાય છે.
સાથે જ, ચૈતર વસાવા, હેમંત ખવા અને સુધીર વાઘાણી જેવા નેતાઓની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થયા છે. કેટલાક નેતાઓ માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
પાર્ટીમાં આંતરિક ટકરાવ અને અસંતોષ
સૂત્રોના જણાવ્યા મુજબ, ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા વચ્ચે મતભેદ વધ્યા છે. સાથે જ, બોટાદના એક ધારાસભ્ય દ્વારા પાર્ટી છોડવાની ઘટના બાદ આંતરિક સંકટ વધુ ગંભીર બન્યું છે.
અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ પાર્ટીના ગ્રાઉન્ડ લેવલ પર કાર્યકરોની અછત જોવા મળી રહી છે, જે પાર્ટીની ચૂંટણી તૈયારી માટે ચિંતાજનક માનવામાં આવે છે.
હાઈકમાન્ડની આશા પર પાણી?
પાર્ટીના હાઈકમાન્ડને આશા હતી કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સારો દેખાવ થશે, પરંતુ ટિકિટ વિતરણને લઈને ઊભા થયેલા વિવાદો અને અસંતોષને કારણે આ આશાઓ પર પાણી ફરી વળવાની શક્યતા છે.
સૂત્રો અનુસાર, કેટલાક વિસ્તારોમાં પાર્ટીના ઉમેદવારો ડિપોઝિટ પણ બચાવી શકશે નહીં એવી સ્થિતિ સર્જાઈ રહી છે, જે પાર્ટી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel