આજ રોજ સત્યમ વિદ્યાલય અને A-ONE Xavier’s School, નરોડા ખાતે ગીતા જયંતી નિમિતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાયડના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને 1001 શ્રીમદ ભાગવત ગીતાનું વિતરણ કરવામાં આવ્યું.
કઠવાડા હરિકૃષ્ણ મંદિરના મહંત મૌલિકભાઈ દ્વારા વિદ્યાર્થીઓને શ્રીમદ ભાગવત ગીતાના ટૂંકા સારનું માર્ગદર્શન આપવામાં આવ્યું. મહંતશ્રીના ઉદ્ધરણો અને સરળ સમજાવટથી વિદ્યાર્થીઓને જીવનમૂલ્યો અને ધર્મની સમજ મેળવી.
પ્રોગ્રામ દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ *”હરે રામ હરે કૃષ્ણ”*ના મંત્રોચ્ચાર સાથે ભક્તિમાં લીન થઈને સમગ્ર કેમ્પસને કૃષ્ણમય બનાવી દીધું.
આ પવિત્ર પ્રસંગે વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કારોનું રોપણ કરવામાં આવ્યું અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો જાળવવા પ્રેરણા મળી.
આ પ્રસંગે પ્રેરણાદાયક અને ઉત્સાહજનક વાતાવરણ ઉભું કરીને સંસ્થાએ આ પહેલને સફળ બનાવી.
અને 250 જેટલા વિદ્યાર્થી અઠવાડિયામાં બે દિવસ છેલ્લા બે વર્ષ થી શ્રીમદ ભાગવત ગીતાનાં સ્લોક નું પઠન પણ કરી મૌલિક પી દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે.