Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 33°C

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ સહિતની બેઠક યોજાઈ

ખેડા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ સહિતની બેઠક યોજાઈ

ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવની અધ્યક્ષતામાં નડિયાદ કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ, નાગરિક જિલ્લા પુરવઠા સમિતિ અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન થયું હતું. જિલ્લા કલેકટરએ આ બેઠકમાં NFSA કાર્ડ ધારકોને વહેલી તકે આયુષ્માન કાર્ડ મળે તેવા પ્રયત્નો કરવાની સંબંધિત વિભાગની સૂચના આપી હતી.

આ બેઠક અંતર્ગત અનાજ અને પુરવઠો, જાહેર જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ, રોડ રસ્તાઓનું સમારકામ અને પડતર અરજીઓના નિકાલ સહિત વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઘઉં, ચોખા, ખાંડ, ડબલ ફોર્ટિફાઇડ મીઠું, ચણા, તુવેર દાળ વગેરેના જથ્થાના વિતરણ પ્રમાણ અને ભાવ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અને સાંસદ દ્વારા E-KYC ની કામગીરીને ઝડપથી વેગ આપવા સૂચના આપવામાં આવી હતી. વધુમાં આયુષ્માન કાર્ડ અને આયુષ્યમાન વય વંદના કાર્ડ માટે લાભાર્થી સુધી સંબંધિત અધિકારી પહોંચે અને બાકી રહેલા લોકોને સત્વરે આ કાર્ડ મળી જાય તેવું આયોજન કરવાની સુચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં સાંસદ દેવસિંહ ચૌહાણ, ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા, રાજેશભાઈ ઝાલા, અર્જુન સિંહ ચોહાણ, યોગેન્દ્ર સિંહ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી. વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, નાયબ જિલ્લા વન સંરક્ષક અભિષેક સામરીયા, નિવાસી અધિક કલેકટર જે. બી.દેસાઈ સહિત સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

 

 

રિપોર્ટર – યેશા શાહ(ખેડા)

Filed under Kheda Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.