ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને તા.29/06/2024 ના રોજ જિલ્લા કલેકટર કચેરી, નડિયાદ ખાતે જિલ્લા સ્વાગત-લોક ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં કુલ 19 પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે ઉપસ્થિત તમામ અરજદારોના પ્રશ્નો અને સંબધિત અધિકારીઓ દ્વારા આ પ્રશ્નોના અનુસંધાને કરવામાં આવેલી કામગીરીની રજૂઆત સાંભળી હતી અને પ્રશ્નોનુ નિરાકરણ કર્યુ હતુ.
જિલ્લા સ્વાગત કાર્યક્રમની આ બેઠકમાં રોડ, કેનાલ પર દટાઈ ગયેલ ગરનાળાના ખોદકામ, રસ્તા ગેરકાયદેસર દબાણ, જમીન સંપાદન, ટ્રાન્સમીટર લાઈન વળતર, અનઅધિકૃક બાંધકામ, જમીન માપણી, શૌચાલયના ગંદા પાણીનો નિકાલ, ભૂ-ખનન, વીજ કનેક્શન કરવા, કોલેજ એડમીશન સહિતના કુલ 19 પ્રશ્નોની રજૂઆત સાંભળીને પ્રશ્નોનો નિકાલ કર્યો હતો.
વધુમા કલેક્ટરએ પ્રશ્ન સંબધિત તમામ અધિકારીઓને સ્થળ તપાસ કરીને પ્રશ્નનો ઉકેલ લાવવાની દિશામા કામગીરી કરવા સૂચના આપી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક, નિવાસી અધિક કલેકટર, કલેક્ટર અંચુ વિલ્સન સહિત સંબધિત પ્રશ્નોના તાલુકા વિકાસ અધિકારીઓ, મામલતદારઓ, નગરપાલીકા ચીફ ઓફીસર, તાલુકા વિકાસ અધિકારીઓ, કાર્યપાલક ઈજનેર, શેઢી સિંચાઈ, જિલ્લા પંચાયત સહિત સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.