માતર, મહેમદાવાદ અને ઠાસરા વિધાનસભા મતવિસ્તારોના ૮૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૧૦૯ અને ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ ૫૭ મતદારોઓએ હોમ વોટીંગની કર્યું
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪માં વધુમાં વધુ મતદાન થાય તે માટે ખેડા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. તેમજ વૃદ્ધ અને દિવ્યાંગ મતદાતાઓ સરળતાથી મતદાન કરી શકે તે માટે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. જે અંતર્ગત ભારતીય ચૂંટણી પંચ દ્વારા ૮૫ વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધજનો અને ૪૦%થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘર બેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી પહેલ કરવામાં આવી છે. જે અન્વયે ૧૭-ખેડા લોકસભા મતવિસ્તારના ૧૧૫-માતર, ૧૧૭- મહેમદાવાદ અને ૧૧૯-ઠાસરા વિધાનસભા મતવિસ્તારોમાં ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા અને ૮૫ વર્ષથી વધુ ઉંમરના મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર તેમના ઘર આંગણે પહોંચ્યું હતું.
૧૧૫-માતર વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ ઉંમરના ૫૩ અને ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા ૩૦ મતદારો, ૧૧૭- મહેમદાવાદ વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ ઉંમરના ૩૪ અને ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા ૧૧ તથા ૧૧૯-ઠાસરા વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ ઉંમરના ૬૫ અને ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા ૨૦ મતદારો નોંધાયા હતા. જે અન્વયે ૧૧૫-માતર વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૫૦ અને ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ ૨૯ મતદારો, ૧૧૭- મહેમદાવાદ વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૩૩ અને ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ ૧૧ તથા ૧૧૯-ઠાસરા વિધાનસભા મતવિસ્તારમાં ૮૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૨૬ અને ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ ૧૭ મતદારોએ હોમ વોટીંગ થકી મતદાન કર્યું હતું. આમ, માતર, મહેમદાવાદ અને ઠાસરા વિધાનસભા મતવિસ્તારોના ૮૫ વર્ષથી વધુ ઉંમરના કુલ ૧૦૯ અને ૪૦% કરતાં વધુ દિવ્યાંગતા ધરાવતા કુલ ૫૭ મતદારોઓએ હોમ વોટીંગની કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે આગામી તા. ૨૯ એપ્રિલના રોજ ૧૧૬-નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં તથા તા. ૩૦ એપ્રિલના રોજ ૧૧૮- મહુધા અને ૧૨૦ – કપડવંજ વિધાનસભા મતવિસ્તારમાં હોમ વોટીંગ યોજાશે.