આણંદ જિલ્લામાં ઓડ,આંકલાવ અને બોરીયાવી નગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી જેમાં ઓડ અને બોરીયાવી નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. આંકલાવમાં ભાજપે 5 અપક્ષ ઉમેદવારોના ટેકાથી નગરપાલિકામાં પણ બહુમતી હાંસલ કરી છે. ત્યારે આ ત્રણેય નગરપાલિકામાં અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ-ઉપપ્રમુખ માટે આજરોજ ચૂંટણી યોજાઈ હતી.આ ત્રણેય નગરપાલિકામાં ભાજપના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.
જેમાં ઓડ નગરપાલિકામાં પ્રમુખ તરીકે સંજયભાઈ જશભાઈ પટેલ, ઉપપ્રમુખ તરીકે કેતનભાઈ રમણભાઈ રાઓલજી અને કારોબારી ચેરમેન તરીકે કિરીટકુમાર રાવજીભાઈ અહીમકર, બોરીયાવી નગરપાલિકાના પ્રમુખ તરીકે રમીલાબેન રાજેશભાઈ ભોઈ, ઉપપ્રમુખ તરીકે તેજસિંહ અજયસિંહ ચૌહાણ અને કારોબારી ચેરમેન તરીકે ઋષિન અશોકભાઈ પટેલ.તેમજ આંકલાવ નગરપાલિકાના પ્રમુખ તરીકે ઉન્નતિબેન પટેલ, ઉપપ્રમુખ તરીકે અમિતભાઇ પઢીયાર અને કારોબારી ચેરમેન તરફ વિશાલભાઈ પટેલની વરણી થઈ છે
આ ત્રણેય નગરપાલિકામાં મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ભાજપના સમર્થકોએ ફટાકડા ફોડી તેમજ મીઠાઈ વહેંચી નવનિયુક્ત પ્રમુખ-ઉપપ્રમુખની વરણીને વધાવી છે. આંકલાવ પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ પ્રથમ વખત ભાજપની સત્તા સ્થાપાઈ હોવાથી, આંકલાવમાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.