રાજ્યભરમાં તા. ૭ ઓકટોબર ૨૦૨૪ થી ૧૫ ઓક્ટોબર ૨૦૨૪ સુધી “વિકાસ સપ્તાહની” ઉજવવામાં આવી રહ્યું છે. વિકાસ સપ્તાહ અંતર્ગત જિલ્લામાં ઉદ્યોગ સાહસિકતા દિવસ, સફળતાની ગાથા, કલા સ્થાપત્ય અને ગુજરાત વિકાસ ઈનોવેશન એક્સપો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉક્ત કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ડી.ડી.આઈ.ટી કોલેજ, નડિયાદ ખાતે ઉદ્યોગ સાહસિકતા અંગે માર્ગદર્શક સેમિનાર, સ્ટાર્ટઅપ-MSME ને સાંકળવા માટે વર્કશોપ, સ્ટાર્ટઅપ/ઈનોવેટિવ પ્રોજેક્ટનો લાઈવ ડેમો, પ્રોટોટાઈપ શોકેસ, વ્યાપારીઓ / ઉદ્યોગ સાહસિક/ ઈનોવેટર સાથે ટોક શો, સ્થાનિક કલાકારોની કલાનું પ્રદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ સ્થળે મહાનુભાવો તથા આમંત્રિત મહેમાનોના આગમન બાદ વિકાસ સપ્તાહ અંતર્ગત શપથગ્રહણ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સેન્ટર ફોર આંતરપ્રેન્યોર ડેવલપમેન્ટના ઓફિસર સંદીપ પટેલ દ્વારા આંતરપ્રેન્યોરશીપ ડેવલોપમેન્ટ વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બની દેશના સર્વાંગી વિકાસમાં ભાગીદાર બનવા પ્રેરણા આપી હતી.
વધુમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના ફેકલ્ટી અતિન્દ્ર શુક્લા દ્વારા સ્ટાર્ટ અપ વિષય પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં તેમણે તમામ વિદ્યાર્થીઓને ઈનોવેશન, ઈન્વેશન અને રિસર્ચ એમ ત્રણ બાબતો અંગે વધુ જાણવાની સલાહ આપી હતી. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપીનભાઈ શાહે પણ તમામ વિદ્યાર્થીઓને કામની ગુણવત્તા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની અને બિઝનેઝ ફિલ્ડમાં સતત અપડેટ રહેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટીના ફેકલ્ટી અતિન્દ્ર શુક્લા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખશ્રી બિપીનભાઈ શાહ, રૂડસેટ સંસ્થાના ડાયરેકટશ્રી મનહર પરમાર, લીડબેંક ડિસ્ટ્રીક્ટ મેનેજર (LDM) આશુતોષ વાસ્તવ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર, સેન્ટર ફોર આંતરપ્રેન્યોરશીપ (CED) ઓફીસર સંદીપ પટેલ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર – યેશા શાહ(ખેડા)