ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદ મુકામે જિલ્લા કાર્યાલય કમલમ મુકામે ભાજપ દ્વારા થયેલા કાર્યોનું પ્રદર્શન યોજાયું હતું.
આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ દેવુસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ ડો.કે.ડી. જેસ્વાણી, ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, કલ્પેશભાઈ પરમાર સહિત સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહયા હતા.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ મુજબ આ પ્રદર્શન યોજાયું છે. જેમાં ખેડા જિલ્લામાં ભાજપ દ્વારા થયેલા વિકાસકાર્યોની ઝાંખી છે. જેથી પાર્ટીના કાર્યકરો અને જનતાને ભાજપ દ્વારા થયેલા લોકકલ્યાણના વિકાસકાર્યોનો ખ્યાલ આવે.
આ ઉપરાંત પાર્ટીના કાર્યકરોને યુ સી સી, વકફના કાયદા અને વન નેશન વન ઈલેકશન અંગે કાર્યકરો હોદ્દેદારોને વિસ્તૃત જાણકારી મળી રહે તે હેતુથી પણ આજે બેઠક મળી હતી. ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે પણ વિષયને અનુરૂપ વાત કરી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ સાંસદ ડો.કે.ડી.જેસવાણીએ પાર્ટીના કાર્યો અંગે પોતાની સ્મૃતિઓ રજૂ કરી હતી.