લગભગ 6 હજાર શીખની વસ્તીવાળા આ મોહલ્લામાં ઘરની બહાર તાળાં લટકી રહ્યાં છે અને લોકો અંદર ભરાયેલાં છે. 25 જૂને અહીં રહેતા મનમોહન સિંહની હત્યા પછી ભયનું વાતાવરણ છે. મોહલ્લાની શેરીઓમાં અંદર પહોંચ્યાના ઘણા સમય પછી 50 વર્ષીય શીખ પ્રદીપસિંહ વાત કરવા માટે તૈયાર થયા. તેમનું કહેવું હતું કે અહીં દાયકાઓથી અમારા પૂર્વજો રહે છે. અમે અહીં અમારી સંસ્કૃતિ અને પરંપરા જાળવી રાખી છે. અહીં ગુરુદ્વારા છે અને શીખોની શાળા પણ છે. બીજા ધર્મના લોકો સાથે હળીમળીને રહીએ છીએ. પરંતુ, અમને રક્ષણ આપવામાં સરકાર નિષ્ફળ રહી છે.
છેલ્લાં 10 વર્ષથી શીખ સમાજ પર હુમલા થઈ રહ્યા છે. અમે હુમલાથી બચવા માટે મોહલ્લામાં ઠેરઠેર લોખંડના દરવાજા પણ નખાવ્યા છે. આમ છતાં ગમે ત્યારે હુમલો થશે, એવો ફફડાટ રહે છે. ભાગલા પછી અમે પેશાવરમાં રહેવાનું સ્વીકાર્યું પરંતુ હવે હદ થઈ ગઈ છે.