ભારતના કોઈપણ ખૂણે કઈપણ તકલીફ થાય તો એની સમાન સંવેદના ભારતના દરેક નાગરિકને થવી જોઈએ- શ્રી ભાનુભાઈ ચૌહાણ
ડૉ. હેડગેવાર સ્માચ્છ સમિતિ દ્વારા રા.સ્વ. સંઘ, પ્રાંત કાર્યાલય કર્ણાવતી ખાતે ભારતના 8૮માં સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદનનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ ડૉ. શ્રી જી ટી મકવાણા (ડેપ્યુટી હેલ્થ ઓફિસર-અ મ્યુ કો), રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, કર્ણાવતી મહાનગરના માનનીય સંઘચાલકજી અને ડૉ. હેડગેવાર સ્મારક સમિતિનાં ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પરીખ અને સાધના સાપ્તાહિક અને માધવ સ્મૃતિ -પાસના ટ્રસ્ટી શ્રી ભાનુભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય અતિથિ શ્રી જી ટી મકવાણાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે વર્તમાન સમયમાં ભારતનો અમૃત કાળ ચાલી રહ્યો છે. કોરોના કાળમાં ભારત મજબૂત બની વિશ્વમાં ઉભર્યું. ભારતના દરેક જાતિના લોકો સ્વજનોની સાથે સાથે સર્વધર્મ અને સ્વદેશી જાગરણથી ફરી આખંડ બનાવવા એકત્ર થવું પડશે.
મુખ્ય વકતા શ્રી ભાનુભાઈ ચૌહાણે જણાવ્યું કે જેમણે સર્વસ્વ અને સંપૂર્ણ બલિદાન કરી સ્વતંત્રતા આપવી એવા ક્રાંતિકારિયોને આજે યાદ કરવાનો દિવસ છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારેજી ૧૯૨૦ ના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો પ્રસ્તાવ મુક્યો હતો અને ત્યારબાદ જ લાહોરના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો સંકલ્પ લેવાયો હતો.
જેમણે સ્વતંત્રતાના મૂલ્યો જળવાય એ માટે સંવિધાનની રચના કરી એવા ડૉ. બાબાસાહેબ અબિડકરને યાદ કરવાનો દિવસ છે. આજે સ્વતંત્રતાની સાથે સાથે સમાનતા, બંધુતા, સમરસતા અમે સંપૂર્ણ સમાજ એક થઈ જાય એ માટે કાર્ય કરવાની જરૂર છે. ભારતના કોઈપણ ખૂણે કઈપણ તકલીફ થાય તો એની સમાન સંવેદના ભારતના દરેક લોકોને થવી જોઈએ.
ભારતએ સપૂર્ણ વિશ્વને સહિષ્ણુ બનાવી, વસુધૈવ કુટુમ્બકમની પરિભાષા સમજાવી પડશે. ક્રાંતિકારીઓનું બલિદાન એળે ન જાય એ માટે આપણે વર્તમાનમાં કાર્ય કરવાની જરૂર છે.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.